Homeશેરબજારવ્યાજદરમાં વૃદ્ધિની ભીતિ વચ્ચે નિફ્ટી ૧૭,૭૫૦ની નીચે બંધ, સેન્સેક્સ ૨૨૦ પોઇન્ટ તૂટયો

વ્યાજદરમાં વૃદ્ધિની ભીતિ વચ્ચે નિફ્ટી ૧૭,૭૫૦ની નીચે બંધ, સેન્સેક્સ ૨૨૦ પોઇન્ટ તૂટયો

મુંબઇ: રિઝર્વ બેન્ક વ્યાજદરમાં વધારો કરશે એવી અટકળો તેમ જ ટાટા સ્ટીલના ખરાબ પરિણામને કારણે કથલેલા સેન્ટિમેન્ટ વચ્ચે વેચવાલીનું દબાણ વધી જતાં સેન્સેક્સમાં ૨૨૦ પોઇન્ટનું ગાબડું પડ્યું હતું જ્યારે નિફ્ટી ૧૭,૭૫૦ની નીચે સરકી ગયો હતો. સત્ર દરમિયાન ૬૦,૬૫૫.૧૪ પોઇન્ટ અને ૬૦,૦૬૩.૪૯ પોઇન્ટની રેન્જમાં અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૨૨૦.૮૬ પોઇન્ટ એટલે કે ૦.૩૭ ટકાના ઘટાડાની સાથે ૬૦,૨૮૬.૦૪ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો છે. જ્યારે નિફ્ટી સત્ર દરમિયાન ૧૭,૮૧૧.૧૫ પોઇન્ટથી ૧૭,૬૫૨.૫૫ પોઇન્ટની રેન્જમાં અથડાયા બાદ અંતે ૪૩.૧૦ પોઇન્ટ એટલે કે ૦.૨૪ ટકા તૂટીને ૧૭,૭૨૧.૫૦ પોઇન્ટના સ્તરે પહોંચ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ પીછેહઠ જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૦૨ ટકા આગળ વધ્યો હતો, જ્યારે નિફ્ટીના મિડકેપ – ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૦૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૬ ટકા લપસ્યો હતો. ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ ૦.૦૧-૧.૧૬ ટકા સુધી વેચવાલીનું દબાણ રહ્યું હતું. બેન્ક નિફ્ટી ૦.૨૮ ટકાના વધારાની સાથે ૪૧,૪૯૦.૯૫ના સ્તર પર બંધ થયો છે. જ્યારે પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં સુધારો જોવા મળ્યો હતો.
ટાટા સ્ટીલ નબળા પરિણામને કારણે ૫.૨૩ ટકાના કડાકા સાથે ટોપલૂઝર બન્યો હતો. ટાટા સ્ટીલે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. ૨૫૦૧.૯૫ કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. હિંદાલ્કો, આઈટીસી, હિરો મોટોકોર્પ, માતિ સુઝુકી અને સન ફાર્મા ૧.૬૨-૫.૩૨ ટકા સુધી તૂટીને બંધ થયા, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, ડો.રેડ્ડીઝ, અદાણી પોર્ટ્સ, કોટક મહિન્દ્રા બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસી અને બજાજ ફાઈનાન્સ ૦.૮૨-૧૫.૨૮ ટકા સુધી વધીને બંધ થયા છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામામાં ૧૨.૯૪ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૩૩૬.૫૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગતવર્ષે રૂ. ૧૫૩૫ કરોડના સ્તરે હતો. અદાણી પોર્ટ ખરાબ પરિણામ છતાં ૧.૩૩ ટકા ઊછળ્યો હતો અન્ે અદાણી એન્ટરપ્રાઇસ ઉપલી સર્કિટને અથડાયા બાદ ૧૪.૬૩ ટકા ઊછળ્યો હતો. દેશની સૌથી મોટી ક્ધઝ્યુમર બ્રાન્ડ સેમસંગે ભારતમાં લોન્ચ કરેલી ગેલેક્સી એસ-૨૩ને પહેલી ચોવીસ કલાકમાં ૧,૪૦,૦૦૦નું પ્રીબુકીંગ મળ્યું છે. કંપનીએ એસ્ટ્રોફોટોગ્રાફી પણ થઇ શકે એવી અદ્યતન ટેકનોલોજી ધરાવતા ત્રણ મોડલ લોન્ચ કર્યા છે, જેની કિંમત રૂ. ૭૫,૦૦૦થી રૂ. ૧,૨૫,૦૦૦ જેટલી છે. પ્રીમિયમ સેગમેન્ટમાં ઉદ્યોગનો ગ્રોથરેટ ૩૫ ટકા રહ્યો હતો એની સામે કંપનીનો ગ્રોથ રેટ ૭૦ ટકા જેવો રહ્યો હતો. ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગ્રીન બોન્ડનો પબ્લિક ઇશ્યુ ૧૦ ફેબ્રુઆરીએ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. વાર્ષિક ૮.૨૫ ટકાનો કૂપન દર અર્ધવાર્ષિક ધોરણે ચુકવવા પાત્ર રહેશે અને વાર્ષિક ૮.૪૨ ટકા સુધીનું અસરકારક યીલ્ડ રહેશે. સિક્યોર્ડ રીડિમેબલ નોન-ટ્રાન્સફરેબલ પ્રત્યેક બોન્ડની ફેસવેલ્યૂ રૂ. ૧૦૦૦ છે. ગ્રીન મ્યુનિસિપલ બોન્ડની મૂળભૂત ઇશ્યુ કિંમત રૂ. ૧૨૨ કરોડ છે.
એડલવેઈસ જનરલ ઈન્શ્યુરન્સે તેની નવી ઓળખ ઝુનો જનરલ ઈન્શ્યુરન્સ લિમિટેડ ઝુનો જીઆઈ તરીકે ઘોષિત કરી છે. ઝુનો જીઆઈ વીમો સરળ, અનુકૂળ અને પારદર્શક બનાવવા માટે નવા યુગની ડિજિટલ વીમા કંપની છે. ઝુનો જનરલ ઈન્શ્યુરન્સ ત્રણ વર્ષથી ભારતમાં ઉપયોગ આધારિત વીમા કોનસેપ્ટ ક્ષેત્રે આગેવાન રહી છે. ભારતની અધ્યક્ષતા હેઠળના જી-૨૦ કાર્યક્રમો અંતર્ગત બેંગલોર ખાતે પહેલી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાઇ હતી, જેમાં ક્લિન એનર્જી પર ચર્ચા થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular