અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પતિ નિક જોનાસે પ્રેમથી આ નામ આપ્યું….

ફિલ્મી ફંડા

અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પતિ નિક જોનાસે પ્રેમથી આ નામ આપ્યું….
બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હંમેશા એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. હિન્દી સિનેમામાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી આ અભિનેત્રીએ હવે હોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી લીધી છે.
ગયા મહિને નિક જોનાસે તેની હોલીવૂડ-બોલીવૂડ અભિનેત્રી પત્નીનો 40મો જન્મદિવસ મેક્સિકોમાં ઉજવ્યો હતો. આ પ્રસંગે પરિવારજનો અને મિત્રો પણ હાજર રહ્યા હતા. નિક જોનાસે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પત્ની પ્રિયંકા ચોપરાના 40માં જન્મદિવસે લીધેલી તસવીરો શેર કરી છે. આ ફોટોમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં અભિનેત્રી કેમેરા તરફ જોઈ રહી નથી જ્યારે પ્રિયંકાની પાછળ ઊભેલો નિક કેમેરા તરફ જોતો જોવા મળી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતા નિક જોનાસે પ્રિયંકાને હુલામણુ આપ્યું હતું. તેણે લખ્યું -‘ લેડી ઇન રેડ.’

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas)


પ્રિયંકા ચોપરા ઘણા પ્રોજેક્ટ્સની સાથે સાથે તેના પારિવારિક જીવનમાં ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં જ સરોગસી દ્વારા માતા બનેલી પ્રિયંકાએ અત્યાર સુધી પોતાની પુત્રીનો ચહેરો દુનિયાથી છુપાવીને રાખ્યો છે. ઘણા સેલેબ્સની જેમ, અભિનેત્રીએ પણ તેની નાની દીકરી માલતી મેરી ચોપરા જોનાસને દુનિયાથી દૂર રાખી છે. હવે તેની માતા ડૉ. મધુમાલતી ચોપરાએ સંકેત આપ્યો છે કે માલતીના એક વર્ષ પૂર્ણ થવા પર તે પોતાનો ચહેરો બતાવશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ટૂંક સમયમાં રુસો બ્રધર્સ દ્વારા નિર્મિત સિટાડેલમાં જોવા મળશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.