મુંબઈઃ રાજ્યમાં ચાલી રહેલાં ધમકી સત્ર બાદ રવિવારે ફરી વખત એનઆઈએની મુંબઈ ઓફિસમાં આવેલા એક ઈ-મેલે આખા તંત્રને દોડતું કરી દીધું છે. આ ઈમેલમાં પાકિસ્તાન, ચીન અને હોંગકોંગમાં ટ્રેઈનિંગ લઈને આવેલી એક વ્યક્તિ મુંબઈમાં પ્રવેશી હોવાની માહિતી આપવામાં આવી છે.
આ બાબતે નેશનલ એજન્સીએ મુંબઈ પોલીસને સતર્ક કરી દીધી છે અને ત્યાર બાદ મુંબઈના મહત્ત્વના ઠેકાણે સુરક્ષા વધારી દેવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિ મુંબઈમાં દાખલ થવાની માહિતી મુંબઈ પોલીસને આપવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સરફરાઝ હોવાની માહિતી મળી રહી છે અને તે ઈંદોરનો રહેવાસી હોઈ ચીન, પાકિસ્તાન અને હોંગકોંગ ખાતે ટ્રેઈનિંગ લીધી છે. ભારત માટે આ સરફરાઝ જોખમી હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ માહિતી બાદ મુંબઈ પોલીસની સાથે સાથે જ એનઆઈએ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને સરફરાઝની શોધખોળ હાથ ધરી છે. મુંબઈ પોલીસે આ જ અનુસંધાનમાં ઈન્દોર પોલીસનો સંપર્ક પણ સાધ્યો છે. રવિવારે બપોરના આ ઈમેલ એનઆઈએની મુંબઈ ઓફિસમાં મોકલવામાં આવ્યો છે.
એક શંકાસ્પદ વ્યક્તિ મુંબઈમાં…- NIAને મળેલા ઈમેલ બાદ તંત્ર એલર્ટ મોડમાં
RELATED ARTICLES