મુંબઈઃ ટેલિવિઝનની જાણીતા સિરિયલ નાગીનની અભિનેત્રી નિયા શર્મા જ્યારે કેમેરાની સામે આવી છે ત્યારે કયામત વરસાવે છે. તાજેતરમાં નિયા શર્મા બ્લેક કલરના સ્ટાઈલીશ બ્લાઉઝની સાથે બ્લેક કલરની સાડીમાં આવીને સોશિયલ મીડિયા પર આગ વરસાવી છે.
નાગિન ફેમ અભિનેત્રી નિયા શર્માએ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરીને તેના ચાહકોના દિલ જીતી લીધા છે. આ તસવીરોના સિવાય નિયાએ પોતાના ગ્લેમરસ ટોન્ટ બોડી સિવાય કાતિલ લૂકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. નિયા શર્મા કેમેરાની સામે બ્રાલેસ લૂકમાં જોવા મળી હતી. બોલ્ડ લૂકમાં જોવા મળતી નિયાએ રિવીલિંગ બ્લાઉઝમાં જોવા મળી હતી અને સૌથી મોટી બાબત એ છે કે નિયાએ પહેરેલ બ્લાઉઝની નેક એટલી ડીપ છે કે સાડીનો પલ્લું સરકાવીને કિલર પોઝ આપ્યો હતો. આ લૂકથી તેના ચાહકોએ ખુશખુશાલ થઈને તેને વધાવી લીધી હતી. અલબત્ત, એકદમ બોલ્ડ લૂકમાં જોવા મળેલી નિયા શર્માની સાડી પણ બ્લેક સીકવન્સ વર્કની છે અને તેની સાથે તેને સિલ્વર રંગના લાંબા ઈયરિંગ્સ પહેર્યા છે. તેની સાથે ખુલ્લા વાળ અને સટલ મેકઅપમાં નિયા જોવા મળે છે, તેનાથી તે વધારે હોટ લાગે છે. ઈન્સ્ટાગ્રામ પર ખૂદ આ ફોટોગ્રાફસને શેર કર્યા હતા.
નિયાએ લખ્યું છે Call’em Beauty shots or what!!
અલબત્ત, આ ફોટોગ્રાફ પોસ્ટ કરવામાં આવ્યા પછી ગણતરીના કલાકોમાં વાઈરલ થયા હતા અને હજારો લોકોએ લાઈક કરી હતી અને સેંકડો લોકોએ તેના ફોટોગ્રાફ પર કમેન્ટ કરી હતી. લોકોએ લખ્યું હતું નિયાજી કહેર વરસાવી રહ્યા છો, જ્યારે બીજા એક યૂઝરે લખ્યું કે હોટેસ્ટ ટીવી એક્ટ્રેસ ફોર અ રીઝન. જો હજુ પણ તમે જોઈ ન હોય તો જોઈ લો બોલ્ડ નિયાને