Homeટોપ ન્યૂઝજમ્મુ-કાશ્મીરમાં NIAના અનેક સ્થળો પર દરોડા, ટેરર ફંડિંગ સામે કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરમાં NIAના અનેક સ્થળો પર દરોડા, ટેરર ફંડિંગ સામે કાર્યવાહી

NIAની ટીમ શ્રીનગર, શોપિયાં, પુલવામા, અનંતનાગ અને કુલગામ સહિત કાશ્મીરના અનેક ભાગોમાં દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા ટેરર ફંડિંગ અને અન્ય આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન જમાત-એ-ઈસ્લામી (JeI) સાથે જોડાયેલા કેટલાક લોકોના ઘરોની તલાશી લેવામાં આવી રહી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, NIAની ટીમે શોપિયાં જિલ્લાના વાચી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ સાથે જ પુલવામા જિલ્લાના નેહમા, લિટ્ટર અને કુલગામ જિલ્લાના ફ્રેસલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. એનઆઈએની એક ટીમ અનંતનાગના અચવાલ જિલ્લામાં પણ પહોંચી ગઈ છે.
વહેલી સવારે શ્રીનગરમાં અલગતાવાદી મહિલા નેતા આસિયા અંદ્રાબીના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. આસિયા હાલ જેલમાં છે. એનઆઈએ દ્વારા 2019માં તેમનું ઘર એટેચ કરવામાં આવ્યું હતું. સોમવારે NIA એ ISIS કેરળ મોડ્યુલ કેસમાં શ્રીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. NIA અધિકારીઓએ સર્ચ દરમિયાન ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. શ્રીનગરના કરફાલી મોહલ્લામાં ઉઝૈર અઝહર ભટના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. ભટ આતંકવાદી કાવતરામાં સામેલ હોવાની શંકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular