નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની ટીમોએ શંકાસ્પદ ISIS સમર્થકોની શોધ માટે તમિલનાડુ અને કેરળમાં 60 થી વધુ સ્થળોએ દરોડા પડ્યા છે. યુવાનોની ભરતી કરવા માટે આતંકી સંગઠનો વીડિયોની મદદ લઈ રહ્યાં છે. કોઇમ્બતુરમાં કાર સિલિન્ડર બ્લાસ્ટના સંદર્ભમાં તમિલનાડુમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. NIAએ કર્ણાટકમાં 45 થી વધુ સ્થળોએ તપાસ કરી રહી છે.
ગયા વર્ષે 23 ઓક્ટોબરના રોજ તમિલનાડુના ઉક્કડમ વિસ્તારમાં કોટ્ટાઈમેડુ ખાતે કોટ્ટાઈ ઈશ્વરન મંદિરની સામે એક કારમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં શંકાસ્પદ આતંકવાદી જેમ્સ મુબીન માર્યો ગયો હતો. દિવાળીના એક દિવસ પહેલા થયેલા બ્લાસ્ટથી એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી.
પોલીસે મુબીનના ઘરમાંથી 75 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. આ સાથે ISISના ઝંડાની તસવીર સહિત દસ્તાવેજો અને ઘણી સંવેદનશીલ સામગ્રી મળી આવી છે. મુબીનને વિસ્ફોટકો ખરીદવામાં અને તેના ભાડાના મકાનમાંથી બીજા સ્થળે લઈ જવામાં મદદ કરવા બદલ પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી.
NIAના દેશમાં 100થી વધુ સ્થળો પર દરોડા, ISISના શકમંદોની તલાસ
RELATED ARTICLES