NIA અને ATSની ગુજરાતમાં કાર્યવાહીઃ દેશ વિરોધી ગતિવિધિ કરવામાં આવી રહી હોવાની આશંકા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર એટીએસ અને એનઆઈએ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. એનઆઈએ દ્વારા આજે ગુજરાત સહિત 6 રાજ્યમાં ISIS મોડ્યુલ કેસને લઈને કાર્યવાહી હાથ ધરી છે.

એનઆઈએ દ્વારા આજે ગુજરાત સહિત 6 રાજ્યમાં ISIS મોડ્યુલ કેસને લઈને કાર્યવાહી હાથ ધરી છે. એનઆઈએ કેટલાક દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કેટલાક દેશ વિરોધી તત્વોને સર્વિલન્સ કરી રહી હતી. સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરસેપ્શન વગેરે બાબતોના આધારે ગુજરાતના ત્રણ લોકોને સસ્પેક્ટ ગણવામાં આવ્યા હતા જેવો દેશ વિરોધી કૃત કરવા માટે સક્રિય હતા.

હાલ આ તપાસ ખૂબ નાજુક તબક્કામાં હોવાથી તે અંગે વધારે વિગત મળી શકે તેમ નથી. જોકે, એટલું ચોક્કસ છે કે આ તત્વો દેશ વિરોધી કૃત્ય કરવામાં ક્યાંક સામેલ હતા. ત્રણના સબંધો હાલ તપાસ એજન્સીની રડારમાં છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ISISના મોડ્યુલ એક્ટિવ થયા હોવાની સંભાવનાને પગલે તપાસ કરવામાં આવી રહી છે. ઇમદાદઉલ્લા સત્તાર શેખ નામના યુવકની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.