નવી દિલ્હીઃ ગયા વર્ષ દરમિયાન NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અનેક મોટા અભિયાનો ચલાવીને કુલ 456 જણની ધરપકડ કરી હતી, જે 2021ની તુલનામાં 19.67 ટકા વધારે છે. એટલું જ નહીં, અત્યાર સુધીના રેકોર્ડમાં વર્ષ 2022માં સૌથી વધારે લોકો સામે કાર્યવાહીનો રેકોર્ડ છે, એમ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો.
સરકારી એજન્સીના અહેવાલ અનુસાર દેશમાં આતંકવાદ વિરુદ્ધ અલગથી 35 કેસ નોંધાયા છે, જેમાં કુલ 12 રાજ્યોમાં નોંધાયેલા હતા. આપણે વર્ષ 2022માં નોંધાયેલા આવા કુલ કેસની વાત કરીએ તો તેમાં જમ્મુ અને કાશ્મીર, આસામ, બિહાર, દિલ્હી, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા રાજ્યોમાં નોંધાયા હતા. સૌથી વધારે જમ્મુ અને કાશ્મીરના હતા. જોકે, અલગ અલગ કેસમાં કુલ 456 જણની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એનઆઈએ પાસેથી મેળવેલા 2022ના આંકડાની વાત કરીએ તો એક વર્ષના આ સમયગાળા દરમિયાન એજન્સી દ્વારા દેશના વિવિધ ભાગોમાંથી વિવિધ કેસમાં કુલ 456 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વીતેલા એક વર્ષના સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં નોંધાયેલા ટોટલ 73 કેસમાંથી એજન્સીને આતંકવાદ સાથે સંબંધિત માત્ર 35 કેસ મળ્યા છે. વર્ષ 2021માં આ સંખ્યા 61 હતી, જે આ વખતે (વર્ષ 2022માં) વધીને 73 થઈ ગઈ છે. રજિસ્ટર્ડ કેસની આ સંખ્યા 2021ની સરખામણીમાં 2022માં 19.67 વધુ હતી. અલબત્ત, છેલ્લા ઘણા વર્ષોમાં એનઆઈએ દ્વારા એક વર્ષમાં નોંધાયેલા કેસની આ સંખ્યા સૌથી વધારે અને રેકોર્ડબ્રેક કામગીરી થઈ છે, એમ અહેવાલમાં જણાવ્યું હતું.