મહારાષ્ટ્ર સરકારને ફટકો, 12 હજાર કરોડનો દંડ, ગ્રીન ટ્રિબ્યુનલનો મોટો નિર્ણય, જાણો કારણ…

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મહારાષ્ટ્ર રાજ્ય સરકારને દંડ ફટકાર્યો છે. પર્યાવરણ પ્રમોશન માટે મહારાષ્ટ્ર દ્વારા કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી, તેથી રાજ્ય સરકારને 12,000 કરોડ રૂપિયાનો દંડ ભરવાનું કહેવામાં આવ્યું છે . ગ્રીન બેન્ચના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર સરકાર સૂકા અને ભીના કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં સક્ષમ નથી, જેના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. આ સાથે બંગાળ સરકાર સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

જસ્ટિસ આદર્શ કુમાર ગોયલે જણાવ્યું હતું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સંબંધિત એક્ટની કલમ 15ના આધારે મહારાષ્ટ્ર સરકાર પર્યાવરણના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. ટ્રિબ્યુનલે કહ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં બેદરકારી દાખવી રહી છે, જેના કારણે પર્યાવરણને થતા નુકસાન માટે તે જવાબદાર છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારને દંડ લગાવવામાં આવ્યો છે.

શિંદે-ફડણવીસ સરકાર હજુ નવી છે. કેબિનેટ વિસ્તરણ પણ હજુ યોગ્ય રીતે થયું નથી. પૂર અને વરસાદથી થયેલા નુકસાનનું વળતર પણ ખેડૂતોને આપવાનું શરૂ થયું નથી. આવી સ્થિતિમાં ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ફટકારવામાં આવેલા દંડને કારણે મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધી ગઈ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું છે કે સૂકા અને ભીના કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે જેટલું કામ થવું જોઈતું હતું તે થયું નથી અને જે સમય સુધીમાં કામ પૂરું થવાનું હતું તે સમય પણ પસાર થઈ ગયો છે. નેશનલ ગ્રીન બેન્ચે કહ્યું કે પર્યાવરણને જે નુકસાન સતત થઈ રહ્યું છે તેને આવનારા સમયમાં રોકવું પડશે અને તે પહેલા જે પર્યાવરણને નુકસાન થયું છે તેની ભરપાઈ કરવી પડશે.

આવી સ્થિતિમાં ભીના કચરાનાં વ્યવસ્થાપનમાં રહેલી ખામીઓ માટે મહારાષ્ટ્ર સરકારને 10 હજાર 820 રૂપિયાનો દંડ અને સૂકા કચરાનાં વ્યવસ્થાપન માટે 12 હજાર કરોડથી વધુનો દંડ ભરવો પડશે. દંડ તરીકે ચૂકવવામાં આવશે. દંડની રકમ ભરવા માટે બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે. દંડ ભર્યા બાદ તે રકમ પર્યાવરણ સુરક્ષા માટે વાપરવા આદેશ કરાયો છે.

1 thought on “મહારાષ્ટ્ર સરકારને ફટકો, 12 હજાર કરોડનો દંડ, ગ્રીન ટ્રિબ્યુનલનો મોટો નિર્ણય, જાણો કારણ…

  1. જ્યાંથી વડાપ્રધાન પસાર થવાના હોય ત્યાંથી એક પક્ષી પણ ઉડી સકે તેમ ના હોય ,ત્યાંથી સાહેબ ને ખાલી બોટલ મળે,અને ઉંચકીને લઇ જાય, માનવા માં ના આવે તેવી વાત છે,બિચારી આપણી પ્રજા ને નેતાઓ હજી કેટલા ઊઠા ભણાવશે ….

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.