ઝિમ્બાબ્વેએ ગુરુવારે 27 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત નોંધાવીને વિશ્વભરના ઘણા ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. માત્ર 132 રનનો ટાર્ગેટ આપવા છતાં, ઝિમ્બાબ્વેએ શાનદાર બોલિંગ કરીને પાકિસ્તાનને તેની 20 ઓવરમાં 130 રન સુધી રોકી દીધું અને જીત મેળવી. પોતાના દેશ માટે ઐતિહાસિક જીત બાદ, ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ એમર્સન મનગાગ્વાએ ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા અને પાકિસ્તાનની મજાક ઉડાવી હતી.
What a win for Zimbabwe! Congratulations to the Chevrons.
Next time, send the real Mr Bean…#PakvsZim 🇿🇼
— President of Zimbabwe (@edmnangagwa) October 27, 2022
ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ એમર્સન મન્નાગાગ્વાએ 27 ઓક્ટોબરના રોજ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “ઝિમ્બાબ્વે માટે કેટલો સુંદર વિજય! શેવરોન્સને અભિનંદન”. પાકિસ્તાની કોમેડિયન મુહમ્મદ આસિફે બ્રિટિશ આઇકોન રોવાન એટકિન્સન (મિસ્ટર બીન) સાથે સામ્યતા માટે જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. આવી સ્થિતિમાં ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનને ‘રિયલ મિસ્ટર બીન’ મોકલવા કહ્યું.
નોંધનીય છે કે 2016 માં, પાકિસ્તાને આસિફને ઝિમ્બાબ્વેની રાજધાની હરારે ખાતે કૃષિ શોમાં પરફોર્મ કરવા માટે મોકલ્યો હતો, જ્યાં ઝિમ્બાબ્વેના લોકોએ તેને અસલી મિસ્ટર બીન સમજી લીધો હતો. આના કારણે આસિફનું ભવ્ય સ્વાગત થયું હતું અને તેણે ઘણા વધુ શોમાં પણ હાજરી આપી. જોકે, તેને આ ઇવેન્ટ્સ માટે ચૂકવણી પણ કરવામાં આવી હતી. ઝિમ્બાબ્વેના પ્રેસિડેન્ટ ઈમરસન ડેમ્બડુજો મનંગાગ્વાએ તેથી હવે અસલી મિસ્ટર બીનને મોકલવાની મજાક કરી હતી.
ઝિમ્બાબ્વેએ ગુરુવારે પાકિસ્તાનને એક રનથી હરાવી T20 વર્લ્ડ કપ મેચમાં ઐતિહાસિક જીત નોંધાવી હતી.