કોંગ્રેસને મોદી ફોબિયા છે, આગામી 30-40 વર્ષ સુધી રહેશે ભાજપનો યુગ- રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં બોલ્યા અમિત શાહ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હૈદરાબાદમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં કહ્યું હતું કે આગામી 30થી 40 વર્ષ સુધીનો સમય ભાજપનો હશે અને આ દરમિયાન ભારત વિશ્વ ગુરુ બની જશે.

શાહે કહ્યું હતું કે વંશવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણ આ દેશના રાજકારણ માટે મોટો અભિશાપ હતો, જે દેશની પીડાનું કારણ હતો. ભાજપ તેલંગણા અને પશ્મિમ બંગાળ જેવા રાજ્યોમાંથી પારિવારિક શાસન ખતમ કરી દેશે તેમ જ આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ઓડિશા સહિત અન્ય રાજ્યોમાં પણ સત્તામાં આવશે.

શાહે કહ્યું હતું કે આજે કોંગ્રેસ હતાશા અને નિરાશામાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો વિરોધ કરે છે. એ પછી સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય, કલમ 370 રદ કરવાની હોય કે પછી કોરોના વેક્સિનેશન હોય. એમણે કહ્યું હતું કે કોંગ્રેસને મોદી ફોબિયા થઇ ગયો છે. કોંગ્રેસ દેશ હિતના તમામ નિર્ણયોનો વિરોધ કરવા લાગ્યુ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.