Sun Sep 06 2026

Logo

યુઝવેન્દ્ર ચહલ આ ફૅમસ મહિલા ક્રિકેટરની ઍક્ટિંગ કરીને ફરી ચર્ચામાંc

Manchester   2026-08-25 17:05:27
Author: Ajay Motiwala
યુઝવેન્દ્ર ચહલ આ ફૅમસ મહિલા ક્રિકેટરની ઍક્ટિંગ કરીને ફરી ચર્ચામાંc

મૅન્ચેસ્ટરઃ ભારતીય ક્રિકેટમાં ઘણા મહિનાઓથી સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (CHAHAL) ચર્ચામાં નથી, પણ દિલ્હીની નવયુવાન સ્પિન-ઑલરાઉન્ડર મેધાવી બિધુરી જરૂર ચર્ચાસ્પદ છે અને બન્યું એવું કે ચહલે ઇંગ્લૅન્ડની કાઉન્ટીમાં બિધુરી (BIDHURI)ની સ્ટાઇલ કરી એ સાથે તે સોશ્યલ મીડિયામાં ફરી વાઇરલ થઈ ગયો છે.

ચહલ ઇંગ્લિશ કાઉન્ટીમાં નૉર્ધમ્પ્ટનશર ક્લબની ટીમ વતી રમી રહ્યો છે. મૅન્ચેસ્ટરમાં ઑલ્ડ ટ્રેફર્ડના મેદાન પર રવિવારે પૂરી થયેલી એક મૅચમાં ચહલે બન્ને દાવમાં સારું પર્ફોર્મ કર્યું હતું જેની મદદથી નૉર્ધમ્પ્ટનશરની ટીમે લૅન્કેશર સામે 316 રનથી વિજય મેળવ્યો હતો. ચહલે પ્રથમ દાવમાં બે વિકેટ અને બીજા દાવમાં એક વિકેટ મેળવી હતી. વધુ નવાઈની વાત એ છે કે ઑલ્ડ ટ્રેફર્ડમાં નૉર્ધમ્પ્ટનશરે 1999 પછી (27 વર્ષમાં) પહેલી વખત મૅચ જીતી લીધી હતી.

બન્યું એવું કે બિધુરી થોડા દિવસથી મહિલાઓ માટેની દિલ્હી પ્રીમિયર લીગમાં લેગ-સ્પિનની મદદથી સારું પર્ફોર્મ કરવા ઉપરાંત તેના સુંદર ચહેરા અને વિકેટ પછીના સેલિબે્રશનની અનોખી સ્ટાઇલ માટે પ્રચલિત થઈ છે અને ચહલે ઑલ્ડ ટ્રેફર્ડમાં એક વિકેટ લઈને બિધુરીની સ્ટાઇલમાં સેલિબે્રશન કર્યું હતું.

બિધુરીની 67 નંબરની જર્સી છે અને સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં તે `6-7' બોલતા રહીને હસતાં ચહેરા સાથે બન્ને હાથ ઉપર-નીચે કરીને અનોખી સ્ટાઇલમાં વિકેટ સેલિબે્રટ કરતી જોવા મળી છે. ચહલ ઑલ્ડ ટ્રૅફર્ડમાં બિધુરી જેવી ઍક્ટિંગ કરીને મીડિયામાં છવાઈ ગયો છે.

ચહલ ભારત વતી 72 વન-ડે અને 80 ટી-20 રમ્યો છે. તે ભારત વતી છેલ્લે 2023માં રમ્યો હતો. આઇપીએલમાં ચહલ કુલ 233 વિકેટ સાથે પ્રથમ સ્થાને છે.