Sat Nov 07 2026

Logo

‘પપ્પા તમે ખરાબ માણસ છો...’ રાવણના રોલમાં યશને જોઈને દીકરો ચોંકી ગયો!

2026-10-31 20:34:19
Author: Darshana Visaria
‘પપ્પા તમે ખરાબ માણસ છો...’ રાવણના રોલમાં યશને જોઈને દીકરો ચોંકી ગયો!

બોલીવૂડ ડિરેક્ટર નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ મેગા બજેટ ફિલ્મ ‘રામાયણમ્’ની રિલીઝને લઈને દેશભરમાં જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. આ પૌરાણિક ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર યશે લંકાપતિ 'રાવણ'નું શક્તિશાળી પાત્ર ભજવ્યું છે. તાજેતરમાં ફિલ્મના પ્રીમિયર દરમિયાન યશના પરિવારે આ ફિલ્મ નિહાળી હતી, જે બાદ તેના માસૂમ પુત્રનું રિએક્શન જોઈને યશ પોતે પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

બોલીવૂડના સુપરસ્ટાર યશ હાલમાં ફિલ્મ રામાયણમાં તેણે કરેલાં રાવણના રોલને કારણે ચર્ચામાં છે. પરંતુ યશના દીકરાનું રિએક્શન ખૂબ જ ચોંકાવનારું હતું. જોકે સ્ક્રીન પર પિતાને અસુરરાજ રાવણના નકારાત્મક પાત્રમાં જોઈને યશના પુત્રએ સીધું જ કહી દીધું હતું કે, ના પપ્પા, તમે તો ખરાબ માણસ છો, તમે આવું કેવી રીતે કરી શકો? આ માસૂમ પ્રશ્ન બાદ યશે પોતાના પુત્રને જે રીતે જીવનનો પાઠ ભણાવ્યો તે હવે ભારે પ્રશંસા મેળવી રહ્યો છે.

યશને રાવણ બનેલા જોઈને પુત્ર સ્તબ્ધ થઈ ગયો

યશે આ રસપ્રદ ઘટના અંગે વાત કરતાં જણાવ્યું હતું કે મારા દીકરાને ખબર છે કે તેના પિતા કોણ છે. પરંતુ જ્યારે તેણે સ્ક્રીન પર રામાયણની કથા જોઈ ત્યારે તે ચોંકી ઉઠ્યો હતો. તેને લાગ્યું કે પિતા વાસ્તવમાં આવા ખરાબ કામ કેમ કરી રહ્યા છે. પુત્રની આ વાત સાંભળીને યશે તેને પ્રેમથી પાસે બેસાડ્યો અને સમજાવ્યું હતું કે સ્ટોરી દર્શકો સુધી સાચી રીતે પહોંચાડવા માટે આપણે આખી વાર્તા અને તેના તમામ પાત્રોને પ્રામાણિકતાથી ભજવવા પડે છે. 

યશે પોતાના પુત્રને માત્ર અભિનયની ટેકનિક જ નહીં, પણ રામાયણના નૈતિક મૂલ્યો પણ શીખવ્યા છે કે યશે પુત્રને સ્પષ્ટ કર્યું હતું કે, આ સમગ્ર કથામાં જે પાત્રને તારે પોતાનો આદર્શ માનવાનો છે, તે માત્ર અને માત્ર ભગવાન શ્રી રામ છે. દરેકે પ્રભુ રામના દર્શાવેલા સત્ય અને ધર્મના માર્ગ પર જ ચાલવું જોઈએ.

યશે આગળ સમજાવ્યું હતું કે, રાવણનું પાત્ર ભલે ભવ્ય, અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી દેખાય, પરંતુ જીવનમાં સાચી અને કાયમી જીત હંમેશાં રામના આદર્શો અને ધર્મથી જ મળે છે. થિયેટરમાં એક એક્ટર તરીકે તું મારી એક્ટિંગની પ્રશંસા જરૂર કરી શકે છે, પરંતુ તે પાત્રને જીવનમાં આદર્શ માનવાની ભૂલ ક્યારેય ન કરતો.

દિવાળી 2026ના તહેવાર પર રિલીઝ

નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત આ ભવ્ય સિનેમેટિક કૃતિમાં ભગવાન શ્રી રામની ભૂમિકામાં રણબીર કપૂર અને માતા સીતાના રોલમાં સાઈ પલ્લવી જોવા મળશે. આ સિવાય હનુમાનજી તરીકે સની દેઓલ અને લક્ષ્મણની ભૂમિકામાં રવિ દુબે નજરે પડશે. ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ, લારા દત્તા અને અરૂણ ગોવિલ પણ મહત્વના રોલમાં છે.

વાત કરીએ ફિલ્મ રામાયણની તો આ પૌરાણિક મહાકાવ્યને બે ભાગમાં મોટા પડદે ઉતારવામાં આવી રહ્યું છે, જેનો પ્રથમ ભાગ પાંચમી નવેમ્બર, 2026ના રોજ દુનિયાભરના થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી 'U' સર્ટિફિકેટ મળી ચૂક્યું છે અને તેની એડવાન્સ બુકિંગમાં પણ રેકોર્ડબ્રેક કમાણી જોવા મળી રહી છે.

વધુ જુઓ...