આજકાલ જમાનો સ્માર્ટફોનનો છે અને અનેક વખત સ્માર્ટ ફોન યુઝ કરતી વખતે સ્માર્ટફોન યુઝર્સમાં સૌથી સામાન્ય સમસ્યા એ છે કે કોઈ મોટો વીડિયો, મૂવી કે નવી એપ ડાઉનલોડ ન કરી હોય છતાં સ્ક્રીન પર વારંવાર 'Storage Space Running Out' નો મેસેજ ચમકવા લાગે છે. સ્ટોરેજ ફૂલ થઈ જવાથી ફોન ધીમો પડી જાય છે, હેંગ થવા લાગે છે અને એપ્સ ક્રેશ થવા માંડે છે. ફોનની મેમરી અચાનક ભરાઈ જવા પાછળ બેકગ્રાઉન્ડમાં જમા થતો જંક ડેટા, કેશ ફાઈલો અને સોશિયલ મીડિયા એપ્સની ઓટો-સેવિંગ સિસ્ટમ મુખ્ય કારણ છે.
ફોન સ્ટોરેજ અચાનક ફૂલ થવાના ફાઈવ હિડન રિઝન:
એપ્સનો કેશ ડેટા:
ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક અને બ્રાઉઝર જેવી એપ્સ ઝડપથી ઓપન થાય તે માટે બેકગ્રાઉન્ડમાં હજારો ટેમ્પરરી ફાઈલો સેવ કરે છે. મહિનાઓ સુધી આ ડેટા સાફ ન કરવાથી તે એકલી જ 5થી 10 GB જેટલી જગ્યા રોકી લે છે.
વોટ્સએપ ઓટો-ડાઉનલોડ:
વિવિધ વોટ્સએપ ગ્રૂપમાં આવતા 'ગુડ મોર્નિંગ' ઈમેજીસ, વીડિયો અને દસ્તાવેજો બેકગ્રાઉન્ડમાં આપમેળે ગેલેરીમાં સેવ થઈ જાય છે, જે યુઝરની જાણ બહાર સ્ટોરેજ ભરી દે છે.
ડુપ્લિકેટ ફાઈલો અને 'Recently Deleted' ફોલ્ડર:
ઘણીવાર ગેલેરીમાંથી ફોટા કે વીડિયો ડિલીટ કર્યા પછી પણ તે ટ્રેશ કે પછી રિસેન્ટલી ડિલિટેડ ફોલ્ડરમાં 30 દિવસ સુધી પડ્યા રહે છે અને સ્ટોરેજ રોકે છે.
ઓફલાઈન ડાઉનલોડ્સ:
સ્પોટીફાય, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ કે પછી યુટ્યૂબમાં ડાઉનલોડ કરીને ભૂલાઈ ગયેલા ગીતો અને હાઈ-રિઝોલ્યુશન વીડિયો વિશાળ જગ્યા રોકે છે.
સિસ્ટમ અપડેટ્સ અને બેકઅપ ફાઈલો:
સ્માર્ટફોન ઓએસ અપડેટ્સ અને લોકલ ક્લાઉડ બેકઅપ ફાઈલો પણ સમય જતાં ઇન્ટરનલ સ્ટોરેજનો મોટો હિસ્સો રોકી લે છે.
વાત કરીએ ફોન સ્ટોરેજ ખાલી કરવાની સરળ અને અસરકારક ટ્રિક્સ વિશે તો આ માટે સૌથી પહેલાં તમારે ફોનની Settings > Appsમાં જઈને સૌથી વધુ વપરાતી એપ્સ (Instagram, Chrome, YouTube) નો Cache ડેટા ક્લિયર કરો.
તમે વોટ્સએપની સેટિંગમાં જઈને નાનકડો ફેરફાર કરીને પણ આ તમારું સ્ટોરેજ બચાવી શકો છો. આ માટે તમારે WhatsApp Settings > Storage and Data માં જઈને 'When using mobile data' અને 'When connected on Wi-Fi'માં મીડિયા ઓટો-ડાઉનલોડ બંધ કરો. આ સિવાય તમે ગૂગલ ફોટોઝ કે ગેલેરીના ટ્રેશ બિન ફોલ્ડરમાં જઈને તમામ ડિલીટ કરેલી ફાઈલો કાયમ માટે હટાવો.
તમે મોબાઈલ ફોનના સ્ટોરેજને ખાલી કરવા માટે ગૂગલની 'Files' એપ દ્વારા જંક ફાઈલ્સ, મીમ્સ અને ડુપ્લિકેટ ફાઈલોને એક ક્લિકમાં શોધીને ડિલીટ કરો. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી જરૂરી ફોટા અને ડોક્યુમેન્ટ્સને ગુગલ ડ્રાઈવ, ગુગલ ફોટોઝ કે પછી વન ડ્રાઈવ જેવા ક્લાઉડ પ્લેટફોર્મ પર સ્ટોર કરો જેથી ફોનની લોકલ મેમરી ખાલી રહે.