Wed Nov 11 2026

Logo

હાઈવે પર દોડતી ટ્રક પર 'OK' નો અસલી અર્થ શું છે? 99 ટકા લોકોને નથી ખબર આ પાછળનું કારણ...

2026-10-17 22:12:56
Author: Darshana Visaria
હાઈવે પર દોડતી ટ્રક પર 'OK' નો અસલી અર્થ શું છે? 99 ટકા લોકોને નથી ખબર આ પાછળનું કારણ...

AI


તમે પણ બાય રોડ હાઈવે પર મુસાફરી કરી હશે તો તમને ખ્યાલ હશે કે હાઈવે પર દોડતી ટ્રકો, ટેમ્પો કે કન્ટેનર પાછળ રંગબેરંગી અક્ષરોમાં લખેલું એક સ્લોગન તમે અવારનવાર વાંચ્યું હશે – 'HORN OK PLEASE'. વર્ષોથી ટ્રક આર્ટનો મહત્વનો ભાગ બની ચૂકેલો આ વાક્યપ્રયોગ માત્ર ફેશન કે શોખ માટે નથી લખવામાં આવતો. આ શબ્દો પાછળ રોડ સેફ્ટીના મહત્વના નિયમોથી લઈને બીજા વિશ્વયુદ્ધ સુધીના અતિ રોચક ઐતિહાસિક તથ્યો જોડાયેલા છે. આજે આપણે આ સ્ટોરીમાં આવિશે જ વાત કરીશું... 

બીજા વિશ્વયુદ્ધ અને 'On Kerosene'નું રહસ્ય
એક લોકપ્રિય થિયરી મુજબ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડીઝલ અને પેટ્રોલની ભારે અછત સર્જાઈ હતી. તે સમયે ટ્રકોમાં ડીઝલની સાથે કેરોસીન ભેળવીને વાહન ચલાવવામાં આવતું હતું. કેરોસીન અત્યંત જ્વલનશીલ હોવાથી પાછળ આવતા વાહનોને સાવચેત કરવા માટે ટ્રક પર 'On Kerosene' (OK) લખવામાં આવતું હતું, જેથી પાછળનું વાહન યોગ્ય અંતર જાળવી રાખે અને અકસ્માત ટાળી શકાય.

ઓવરટેકિંગ માટે મંજૂરીનું સિગ્નલ
જૂના જમાનામાં ટ્રકની પાછળ 'HORN' ડાબી બાજુ, 'PLEASE' જમણી બાજુ અને વચ્ચે મોટો બલ્બ કે લાઈટ સાથે 'OK' લખવામાં આવતો હતો. સાંકડા રસ્તાઓ પર જ્યારે પાછળનું વાહન ઓવરટેક કરવા માટે હોર્ન વગાડે, ત્યારે આગળ કોઈ અવરોધ ન હોય તો ટ્રક ડ્રાઈવર વચ્ચે રહેલી લાઈટ (OK લાઈટ) ચાલુ કરીને પાછળવાળાને સુરક્ષિત ઓવરટેક કરવાનો સંકેત આપતો હતો.

પહેલાંના સમયમાં નેશનલ હાઈવે આજના જેવા ફોર-લેન કે સિક્સ-લેન નહોતા, મોટાભાગના રસ્તાઓ સિંગલ લેન અને સાંકડા હતા. ટ્રકમાં સાઇડ મિરરનું વિઝન ઓછું હોવાથી પાછળ આવતી કાર કે બાઇકને ટ્રક ડ્રાઇવર જોઈ શકતા નહોતા. તેથી પાછળના વાહનચાલકને સૂચના આપવામાં આવતી કે ઓવરટેક કરતાં પહેલાં હોર્ન વગાડો (Horn Please), જેથી ડ્રાઇવર સાવચેત થઈને સાઈડ આપી શકે.

ટાટા કંપની સાથે જોડાયેલી કથા
જોકે, આ સિવાય કેટલાક ઓટોમોબાઇલ ઈતિહાસકારોના મતે, ટાટા મોટર્સે જ્યારે ભારતમાં ટ્રકોનું ઉત્પાદન શરૂ કર્યું ત્યારે તેમણે બજારમાં પોતાનો પ્રચાર કરવા માટે 'OK' બ્રાન્ડનું સાબુ અથવા 'TATA OK' લોગો ટ્રકની પાછળ છાપવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે આ લોગો 'HORN PLEASE'ની વચ્ચે સેટ થઈ ગયો અને સમગ્ર વાક્ય 'HORN OK PLEASE' તરીકે લોકપ્રિય બની ગયું.

છે ને એકદમ ઈન્ટ્રેસ્ટિંગ ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.