Mon Nov 16 2026

Logo

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027: 22 દેશમાંથી રોકાણ આકર્ષવા સરકારનું આયોજન

2026-10-17 22:55:03
Author: Mumbai Samachar Team
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027: 22 દેશમાંથી રોકાણ આકર્ષવા સરકારનું આયોજન

અમદાવાદઃ  ગુજરાત સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં રોકાણ આકર્ષવા માટે વ્યાપક સ્તરે અભિયાન શરૂ કર્યું છે. ઓક્ટોબર અને નવેમ્બર 2026 દરમિયાન, ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અલગ-અલગ 22 દેશોની મુલાકાતે જશે, આ સાથે જ ભારતભરના આઠ શહેરોમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર થીમ પર આધારિત આ સમિટનું આયોજન 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે.  

વ્યક્તિગત બેઠક થશે

ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, જર્મની,નેધરલેન્ડ, ફિનલેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, પોલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયા, વિયેટનામ, મલેશિયા, ઈન્ડોનેશિયા, સિંગાપોર, રશિયા, યુએઈ, કતાર,ઓમાન, કેન્યા, ટાન્ઝાનિયા અને મોઝામ્બિકની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળ દરેક દેશમાં સેક્ટર આધારિત રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરશે. આ સાથે જ અગ્રણી કંપનીઓ, સંસ્થાકીય રોકાણકારો અને ઉદ્યોગ સંગઠનો સાથે વ્યક્તિગત બેઠકો કરશે. આ બેઠકની સાથે જ તેઓ ઉદ્યોગ અગ્રણીઓને જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ  2027માં ઉપસ્થિત રહેવા માટે આમંત્રત પાઠવશે.

ભાગીદારી વધારવા મળશે પ્રોત્સાહન

આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળો બહુરાષ્ટ્રીય કંપનીઓ, રોકાણકારો, સરકારી એજન્સીઓ, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી સંગઠનો અને ભારતીય પ્રવાસી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે. વાતચીતના આ આદાનપ્રદાનથી સમિટમાં ભાગીદારી વધારવા પ્રોત્સાહન મળશે, આ સાથે જ આ મુલાકાતોમાં એ કેવી રીતે ભારતે મુક્ત વેપાર કરારોનું  નેટવર્ક વધાર્યુ છે તે પણ દર્શાવાશે. ભારતે ભારતે મુક્ત વેપાર કરારોનું  નેટવર્ક વધાર્યુ છે તેમાં સંયુક્ત આરબ અમીરાત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે અને યુરોપિયન યુનિયન સાથેના કરારોનો સમાવેશ થાય છે. આ સાથે જ ડેલીગેશન રોકાણકારોને આ કરાર કેવી રીતે વેપાર અને રોકાણ માટે નવી તકોનું સર્જન કરી રહ્યા છે તે પણ જણાવશે.