વલસાડઃ વલસાડમાં એએનડબલ્યુ અને એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડુંગરા પોલીસ સાથે ANW અને SOG દ્વારા સંયુક્ત રીતે એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન વાપીમાંથી કરોડો રૂપિયાનું ડ્ર્ગ્સ ઝડપાયું છે. આ ડ્ર્ગ્સ કેસમાં પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય સામે આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસ દ્વારા કુલ 2778 કિલોનો શંકાસ્પદ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ડ્ર્ગ્સની કિંમત 13 કરોડ રૂપિયાથી પણ વધારે થાય છે. પ્રાથમિક તપાસ પ્રમાણે આ તમામ ડ્રગ્સ નશીળી ગોળીઓના સ્વરૂપમાં રાખવામાં આવ્યું હતું. આ ડ્રગ્સને વેચવામાં આવે તે પહેલા જ તેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પોલીસે આ ડ્રગ્સનો જથ્થો દાદરા નગર હવેલીના દાદવા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી જપ્ત કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે અહીં દાદરામાં આવેલા ગોડાઉમાં આરોપીઓ દ્વારા ડ્રગ્સનો સંગ્રહ કરવામાં આવતો હતો. સૌથી વધારે મહત્વની વાત એ છે કે, આ રેકેટ માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું છે. આ ડ્રગ્સ રેકેટમાં પોલીસે બે ગુના નોંધ્યા અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી આ ડ્ર્ગ્સ કોને સપ્લાય કરવાના હતા? તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
ગુજરાતમાં ડ્ર્ગ્સ સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આદેશ પ્રમાણે ડ્ર્ગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. અત્યારે પણ ડુંગરા પોલીસ સાથે ANW અને SOG દ્વારા આવી જ કાર્યવાહી કરવામાં આવી છે અને કરોડો રૂપિયાના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.