Wed Sep 16 2026

Logo

પાદરા પાસે ધડાકાભેર LPG ટેન્કરનો અકસ્માત, ગેસ કાઢી ગયા પણ ટેન્કર ખસેડવા કોઈ ન આવ્યું

2026-09-01 13:41:00
Author: Mumbai Samachar Team
પાદરા પાસે ધડાકાભેર LPG ટેન્કરનો અકસ્માત, ગેસ કાઢી ગયા પણ ટેન્કર ખસેડવા કોઈ ન આવ્યું

Image Credit : The Times of India


વડોદરાઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા પાસેના પાદરા નજીક મોડી રાત્રે એક ટ્રેલર અને LPG ભરેલું ટેન્કર અથડાયું હતું. આ અકસ્માત બાદ ગેસ ટેન્કરના ચાલકે બેલેન્સ ખોઈ બેસતા ટેન્કર હાઈવે પર પલટી મારી ગયું હતું. આ ઘટનાને કારણે હાઈવે પર મોડી રાત્રે દોડધામ મચી ગઈ હતી. અકસ્માત બાદ એક્સપ્રેસ વે ને વન વે કરી દેવામાં આવ્યો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. 

યુદ્ધના ધોરણે પહોંચી ફાયર વિભાગની ટીમ
ગેસ ગળતર જેવી ઘટના ન બને એ માટે કરજણ અને પાદરા એમ બન્નેના ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી દીધો હતો. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર ટેન્કરને સુરક્ષિત રાખવા માટે ફાયરની ટીમને ઘટના સ્થળે રાખવામાં આવી છે. આ ઘટના અંગે જ્યારે ગેસ કંપનીને જાણ કરવામાં આવી તો કંપનીએ પણ ટેકનિકલ પાસાઓની પાસ કરી હતી. 2 કલાક બાદ પલટી ખાઈ ગયેલા ટેન્કરમાંથી ગેસને અન્ય ટેન્કરમાં ભરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને એ માટે ફાયર વિભાગની ટીમને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. પોલીસની એક ટીમ પણ હાઈવે પર ખડે પગે રહી હતી. 12 કલાક જેટલો સમય પસાર થયો હોવા છતા આ ટેન્કરને રસ્તા પરથી દૂર કરવા માટે કોઈ કંપનીએ તસ્દી લીધી નથી. 

કેબિનનો કુડચો બોલી ગયો
વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પર દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ હાઈવે મહાનગર મુંબઈને પણ ક્નેક્ટ કરે છે. અકસ્માત બાદ યુદ્ધના ધોરણે સામેથી આવતા અને વડોદરાથી આગળ જતા વાહનોને ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. પણ ટેન્કરને ખસેડવા માટે કોઈ આવ્યું નથી. કંપનીએ આની નોંધ માત્ર ગેસના સ્ટોક પૂરતી લીધી હોય એવું આ ચિત્ર છે. પોલીસે જણાવ્યું હતું કે, ડાઈવર્ઝન આપીને એક બાજુનો રસ્તો ખોલી દેવામાં આવ્યો છે. ટક્કર એટલી જોરદાર હતી કે, આગળની કેબિનનો કુડચો બોલી ગયો હતો. રસ્તાની વચ્ચે ટક્કર થઈ હતી જેના કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. ફાયર વિભાગની ટીમે ટેન્કરનું ઈન્સ્પેક્શન કર્યું હતું

વધુ જુઓ...