ઉત્તરકાશીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલા ગંગોત્રી હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. એક ઈનોવા કાર નદીમાં પડી જતા ચાર લોકોના મોત થયાં છે. ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની નજીક એક ઈનોવા કાર અનિયંત્રિત થઈને ભાગીરથી નદીમાં ખાબકી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર ઘટના આજે સવારે બની હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઈનોવા કાર ભાગીરથી નદીમાં ખાબકી જતા અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહો મળી આવ્યા છે. આ ગાડીમાં કુલ સાત લોકો સવાર હતા. બાકી લોકોને શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવકાર્ય શરૂ કરી દીધું છે.
ઉત્તરકાશીથી ગંગોત્રી ધામ તરફ જઈ જતા સર્જાઈ દુર્ઘટના
પ્રાથમિક તપાસ પ્રમાણે આ તમામ લોકો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા હતા. આ લોકો ઉત્તરકાશીથી ગંગોત્રી ધામ તરફ જઈ રહ્યાં હતા, ત્યારે રસ્તામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ લોકોની હજી સુધી ઓળખ થઈ શકી નથી, પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે. આ સાથે હજી ત્રણ લોકો લાપતા છે તેમની પોલીસ અને તરવૈયાઓ દ્વારા શોધ કરવામાં આવી રહી છે. નદીના વહેણમાં આ લોકો તણાઈ ગયાં હોવાની સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે.
ઘટનાની વાત કરવામાં આવે તો, ગંગનાનીમાં ધારા કુંડથી માત્ર 20 મિટર આગળ આ અકસ્માત સર્જાયો છે. જેની જાણ થતા પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. સ્થાનિક પોલીસ, એનડીઆરએફ અને 108ની ટીમ પણ સેવા માટે સત્વરે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યારે ત્રણ લોકોને શોધવા માટે રેસ્ક્યું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મનેરાથી NDRFની 27 સભ્યોની એક ટુકડીને પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
#WATCH | Uttaakashi, Uttarakhand: Car plunges into a river near Dabrani on the Gangotri National Highway. Following directives from District Magistrate Prashant Arya, relief and rescue teams were immediately mobilized after receiving reports of a road accident on the Gangotri National Highway, where an Innova car lost control and plunged directly into the river toward Dabrani, about 20 meters ahead of Gangnani Dharmakund. Teams from the local police, SDRF, and 108 emergency services rushed to the spot without delay. Acting swiftly, rescue teams have so far recovered the bodies of four individuals from the riverbank, while water police and divers are conducting an extensive search operation amid strong river currents to locate other potential passengers. The entire situation is being continuously monitored at the administrative level, and officials on the ground have been instructed to provide all possible immediate assistance and expedite the rescue operations. The Disaster Management Center and medical teams have been placed on high alert to ensure immediate first aid and hospital transport for any survivors rescued. An investigation into the cause of the accident is underway, and the administration is working to contact the families of the victims. (Visuals source: District Administration)
— ANI (@ANI) November 5, 2026
પોલીસ દ્વારા આ યાત્રીઓના નામ અને સરનામા અંગે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે તેઓ ગુજરાતના રહેવાશી છે, પરંતુ અન્ય વિગતો માટે તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને તબીબી ટીમોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેથી બચાવ કામગીરી દરમિયાન મળી આવનાર કોઈપણ ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર આપી શકાય. અકસ્માતના કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.