સમજો આ UPI સિસ્ટમ પાછળનું ગણિત અને ટેકનિકલ પાસુ
નવી દિલ્હીઃ UPI પેમેન્ટ પર લાગુ કરવામાં આવેલા વધારના ચાર્જને લઈ દેશભરમાં ચર્ચા છે. સરકારે ₹2000થી વધારેના મર્ચેંટ પેમેન્ટ પર 0.4 ટકા MDR લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય આગામી મહિનાથી લાગુ થઈ જવાનો છે. સમગ્ર દેશમાં આ વિષયને લઈ અનેક ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસ આ સિસ્ટમનો વિરોધ કરી રહી છે. એવામાં મુદ્દો એ ચર્ચાય રહ્યો છે કે, આખરે આ ફ્રી સર્વિસ પર શા માટે વધારના ચાર્જ લગાવવાની જરૂર પડી?
શું છે નાણાકીય સમિતીના રિપોર્ટમાં?
સંસદની નાણાકીય સમિતીનો 32મો રિપોર્ટ પણ એને સંલગ્ન છે ત્યારે એક રિપોર્ટમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, આવનારા સમયમાં UPI પર દર મહિને 15 હજરા કરોડ જેટલા ટ્રાંઝેક્શન થઈ શકે છે. 60 કરોડ નવા યુઝર્સ જોઈન્ટ થઈ શકે છે. આ સમિતીએ UPI ને આત્મનિર્ભર રેવન્યૂ મોડલની જરૂરિયાત સમજાવી હતી.સંસદમાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાંથી વિગત એ મળી રહી છે કે, સરકાર તિજોરી પર વારંવાર દબાણ ઊભુ કર્યા વગર UPIને નાણાકીય વ્યવસ્થા તરીકે ટકાઉ બનાવવામાં આવે. રિપોર્ટમાં સમિતીએ એનો પણ સ્વીકાર કર્યો કે, આવનારા ત્રણ વર્ષમાં પ્રસ્તાવિત યોજના અને કેશબેક જેવી વ્યવસ્થા, નાના શહેરમાં ઓનલાઈન પેમેન્ટને વેગ મળી શકે છે. ખાસ કરીને દેશના એ વિસ્તારોમાં જ્યાં હજુ સુધી ડિજિટલ પેમેન્ટની પહોંચ સંપૂર્ણ રીતે એક્ટિવ નથી. આ સાથે સમિતીએ નાણાકીય વ્યવસ્થા સાથે જોડાયેલા એક અભિગમ ઉપર પણ સલાહ આપી. આત્મનિર્ભર રેવન્યૂ મોડલને શોધવા માટેની એક દિશામાં ગંભીરતાથી કામ કરવા માટેની સલાહ આપી.
કેટલો ખર્ચ થાય?
જેથી યોજના લાંબા સમય સુધી વગર કોઈ આર્થિકનો સામનો કર્યે ચાલી શકે. ઝીરો MDR વ્યવસ્થા બેંક અને પેમેન્ટ ઑપરેટર્સ માટે આર્થિક દ્રષ્ટિએ કોઈ ટકાઉ નથી. આ કારણે હવે ચાર્જ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઈન્ફ્રા. કોસ્ટને ધ્યને લેતા UPI નેટવર્કને જાળવી રાખવા માટે બેંક અને પેમેન્ટ પ્રોવાઈડર્સને વાર્ષિક ધોરણે 20 હજાર કરોડનો ખર્ચો થાય છે. ટેક્નોલોજી અને સિક્યોરિટીની દ્રષ્ટિએ વધી રહેલા ટ્રાંઝેક્શનના આંકાડા અને સાથે ફ્રોડને રોકવા માટે જે ટેક્નિકલ અપગ્રેડેશનમાં સતત રોકાણ થાય એ જરૂરી છે. સરકારી સબસિડી પરનું ભારણ ઓછું કરવા માટે P2P અને 2000 થી ઓછી રકમના ટ્રાંઝેક્શન સંપૂર્ણ રીતે ફ્રી જ છે. વધી રહેલી ફાયનાન્સિયલ ફ્રીડમ અને સતત એક્ટિવ થતા પેમેન્ટ મોડમાં UPI એક માધ્યમ બની રહ્યું છે. UPIનો દાયરો નોંધપાત્ર રીતે વધી શકે છે. આ સાથે એક ડખો એવો પણ છે કે, UPIને રન કરવા માટે બેંક અને પેમેન્ટ કંપનીઓને જે ખર્ચો થાય છે એ કરોડોમાં થાય છે. જેમ કે, સર્વરનું ભાડું, સિક્યોરિટી અપગ્રેજેશન, ફ્રોડ બ્લોકિંગ અને ઈન્ફ્રા. જેમાં સરકાર માત્ર 11 ટકા ભાગ જ સબસીડી તરીકે ભરે છે.
સરકાર કેટલા પૈસા આપે?
આનો સીધો અર્થ એ થયો કે, કંપનીઓને 100 ના ખર્ચ સામે સરકાર માત્ર 11 રૂપિયા આપે છે. અન્ય પૈસા બેંક અને કંપની ભોગવે છે. ટૂંકમાં UPI ફ્રી છે પણ એને રન કરવા માટેનો ખર્ચો વધારે છે. આ માટે સરકાર મદદ કરે છે પણ એની ટકાવારી મર્યાદિત છે. આ કારણે એક ફંડગેપ ઊભો થતો હતો જેને ભરપાઈ કરવા માટે વધારના ચાર્જની પ્રોસિજર કરવામાં આવી. સમિતીએ એલર્ટ આપ્યું હતું કે, ફંડના અભાવે સમગ્ર ઈન્ફ્રા. પર માઠી અસર થઈ શકે છે. આ માટે સરકારને પણ વિગતવાર રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને ફંડ, રોકાણ તથા અન્ય વ્યવસ્થાને આકર્ષવા માટે પ્રયાસ કરવા કહેવાયું હતું. જેથી સરકારી બેંકના કામકાજ પર આની નકારાત્મક અસર ન થાય. UPI નું માર્કેટ દિવસે દિવસે ભારતમાં વધી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર જુલાઈ 2026 સુધીમાં જ 2366 કરોડ ટ્રાંઝેક્શન નોટ થયા છે. દૈનિક ધોરણે થતી નાની મોટી ચૂકવણીનો એક ભાગ UPI છે. ટોટલ વાર્ષિક ટ્રાંઝેક્શનમાં UPIની ભાગીદારી 84 ટકા સુધી પહોંચી છે. જે UPIનો વ્યાપ દર્શાવે છે.