નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનતે UPI પર ચોક્કસ રકમના ટ્રાંઝેક્શન બાદ વસૂલ કરવામાં આવતા વધારાના ચાર્જને લઈ કેન્દ્ર સરકાર પર આકરી ટિપ્પણી કરી છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનતે કહ્યું કે, ભારતની મોદી સરકાર અમેરિકા સામે ઝૂકી ગઈ, વસૂલમેન મોદી પ્રજા પર કહેર વર્તાવી રહ્યા છે. આ વખતે અમેરિકાની સામે સરેન્ડર કરી દેતા હવે ઓનલાઈન પેમેન્ટ પર ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે. હવે લોકો જ્યાં ₹5000ની ખરીદી કરશે તો વધારાના ₹20 બીજા ચૂકવવા પડશે.
સરકારે માર્યો ટોણો
UPI પર વધારાના ચાર્જ વસૂલ કરવાને લઈને કોંગ્રેસે આ પહેલા પણ સરકાર પર ટોણા માર્યા હતા. હવે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનતે ટેકનિકલ પાસાને લઈને કેન્દ્ર સરકાર સામે કેટલાક મુદ્દે વાંધો ઊઠાવ્યો છે. નેતાએ ઉમેર્યું કે, UPI પેમેન્ટ સંપૂર્ણ રીતે ફ્રી સર્વિસ હતી પણ મોદીએ એ જોયું નહીં કે ચાર્જ લાગુ કર્યો નથી! મોદી સરકાર આ વિષય પર જે દલીલ કરે છે એ પાયાવિહોણી છે, આ એક એવો ટેક્સ છે જેમાં ગ્રાહક નહીં પણ વેપારી ચૂકવે છે. બધા એ વાતને જાણે છે કે વેપારી કે દુકાનદાર આ ચાર્જ ગ્રાહક પાસેથી જ લઈ લેશે. કેવી રીતે એ વસ્તુની કિંમત ચૂકવ્યા બાદ અન્ય કિંમત વસૂલ કરીને. મોંધવારીના મારથી પીસાતી પ્રજાને રાહત આપવાના બદલે મોદી એમની ઈજા પર મીઠું લગાવીને વધુ પીડા આપી રહ્યા છેય. આવું એટલા માટે કારણ કે, તેઓ ફરી એકવાર અમેરિકા સામે ઝુકી ગયા છે. અમેરિકી પેમેન્ટ કંપની લાંબા સમયથી ભારતની ઝીરો MDR પોલિસીનો વિરોધ કર્યા રહી હતી. હવે મોદીએ એમની સામે સરેન્ડર કરી દીધું છે.
અમેરિકાએ ટીકા કરી
US Trade Representative ના 2026 ના રિપોર્ટમાં UPI અને RuPay સર્વિસની ટીકા કરવામાં આવી છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, અમેરિકી વિસા અને માસ્ટરકાર્ડને આનાથી નુકસાન થઈ રહ્યું છે. UPI સંપૂર્ણ રીતે ભારતીય છે અને ભારતીય સંસ્થા તથા બેંક દ્વારા ઓનલાઈન પેમેન્ટ સર્વિસ માટે બનાવવામાં આવેલી પૈસા ચૂકવણી માટેની વ્યવસ્થા છે. MDR એ ચાર્જ છે જેમાં વેપારી કોઈ ઓનલાઈન ચૂકવણી કરે તો બેંક અને પ્રોવાઈડર્સને રકમ આપવી પડે.આ સમાચાર PhonePe ના ભારતીય IPO માટે એક જીવનરેખા સમાન છે. અગાઉ માર્ચ 2026માં કંપનીનું મૂલ્યાંકન 10 અબજ ડોલરથી નીચે આવી જતાં આ IPO અટકી ગયો હતો. વાસ્તવમાં, મોંઘવારી અને બેરોજગારીનો સામનો કરી રહેલા ભારતીયોને હવે એક અમેરિકન કંપનીના IPO અગાઉ તેનું મૂલ્યાંકન વધારવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. અમેરિકન પેમેન્ટ એપ્સ તમામ UPI વ્યવહારોમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે અને ભારતીયોની ખર્ચ કરવાની પદ્ધતિઓ વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવે છે. હવે, ભારતીયો પાસેથી નાણાં વસૂલીને તેઓ પોતાની કમાણીમાં પણ વધારો કરવા જઈ રહ્યા છે.
આકડાકીય માહિતી આપી
UPI ને આર્થિક રીતે ટકાઉ રાખવાનો આ એકમાત્ર રસ્તો છે તેવો મોદી સરકારનો દાવો તદ્દન ખોટો છે. વેપારીઓ કે ગ્રાહકો પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાદ્યા વિના UPI ઇકોસિસ્ટમને ચલાવવા માટે સરકાર અને RBI પાસે પૂરતું ભંડોળ છે. UPI ના સંચાલન માટે વાર્ષિક ₹20,700 કરોડની જરૂર પડે છે. વર્ષ 2025-26 માં, RBI એ મોદી સરકારને ₹2.87 લાખ કરોડની વધારાની રકમ (સરપ્લસ) ટ્રાન્સફર કરી હતી. લિસ્ટ થયેલી બેંકોનો નફો: ₹4.11 લાખ કરોડ હતા. UPI નું સંચાલન કરતી સંસ્થા NPCI એ ₹1,888 કરોડની કર-પૂર્વેની વધારાની આવક (સરપ્લસ) નોંધાવી હતી. RBI દ્વારા સરકારને ટ્રાન્સફર કરવામાં આવતી રકમના માત્ર 7.2% હિસ્સાનો ઉપયોગ કરીને સમગ્ર UPI સિસ્ટમનું ભંડોળ પૂરું પાડી શકાય તેમ છે. મોદી સરકારે આ નિર્ણય જાહેર કર્યો એમાં પણ તેઓ ખોટું બોલીને એલાન કરી રહ્યા છે.