લખનઉઃ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં અરજદારોની ચારિત્ર્ય ચકાસણી અંગેની નીતિ વધુ કડક બનાવવામાં આવી છે. જેની વિગતે વાત કરીએ તો, રાજનૈતિક વિચારધારા માટે કોઈને અયોગ્ય નહીં ગણવામાં આવે, પરંતુ કોઈ પણ પ્રકારની હિંસક પ્રદર્શનમાં ભાગ લીધો હશે તો તે વ્યક્તિને સરકારી નોકરી લેવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. યોગી સરકાર દ્વારા હિંસક પ્રદર્શન કરતા લોકોને આ એક કડક સંદેશ આપવામાં આવ્યો છે.
હિંસક આંદોલનમાં સામેલ થયા તો નહીં મળે સરકારી નોકરી
નવા નિયમ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં હવે જે કોઈ પ્રદર્શનમાં કે હિંસક આંદોલનમાં સામેલ થશે તો તેને સરકારી નોકરી નહીં મળે! ઉત્તર પ્રદેશ સરકારના આદેશમાં સ્પષ્ટ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, યૂપીમાં કોઈ પણ પ્રકારના પ્રદર્શનમાં સામેલ થયા અને તેમાં હિંસા જેવી ઘટના બની તો તેવા ઉમેદવારોને સરકારી નોકરી આપવામાં આવશે નહીં!
ચારિત્ર્ય ચકાસણી અંગેની નીતિ વધુ કડક કરવામાં આવી
સરકારના ઓર્ડરની વિગતે વાત કરવામાં આવે તો, ઉત્તર પ્રદેશમાં પ્રદર્શનમાં સામેલ થવા માટે હિંસા કરી તો નોકરી નહીં મળે. સરકારી નોકરી માટે હવે અરજદારોની ચારિત્ર્ય ચકાસણી અંગેની નીતિ વધુ કડક બનાવવામાં આવી છે. આ નવા નિયમો પ્રમાણે ઉત્તર પ્રદેશના દરેક સરકારી વિભાગો, નિગમો, પરિષદો અને સ્થાનિક સંસ્થાઓમાં સીધી ભરતી પ્રક્રિયામાં ચારિત્ર્ય ચકાસણી કડક બનાવાવમાં આવી છે. જો કે, આમાં રાજકિય વિચારધારાના આધારે કોઈને નોકરીથી વંચિત રાખવામાં આવશે નહીં.
વધારે વિગતે વાત કરીએ તો, માત્ર એફઆઈઆર દાખલ થવા પર કે તપાસ ચલાતી હશે તો તેવા ઉમેદવારને અયોગ્ય ગણવામાં આવશે નહીં. જે કર્મચારીઓ પહેલેથી જ સેવામાં છે તેમને આ નિયમ લાગુ પડશે નહીં. એટલે કે મૂળ વાત એ છે કે, ઉત્તર પ્રદેશમાં હવે ભરતી અંગેના નિયમો વધારે કડક કરવામાં આવ્યાં છે. જેથી સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોએ પ્રદર્શનમાં જતા પહેલા વિચાર કરવો પડશે.