તમિલનાડુમાં ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ બાદ તેમની પ્રથમ પ્રતિક્રિયા આવી છે.જેમાં ઉદયનિધિ સ્ટાલિને જણાવ્યું હતું કે, મને 3000 પોલીસ સાથે આંતકવાદીની જેમ ચેન્નાઇથી તંજાવુર લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન
કાવેરી જળ વિવાદનો મુદ્દો હાંસિયામાં ધકેલાઇ ગયો છે. તેમજ હવે સમગ્ર ડીએમકે અને ઉદયનિધિ સ્ટાલિન સીએમ થલાપતિ વિજય અને ટીવીકે પર પ્રહાર કરી રહ્યા છે.
હું આવી કાર્યવાહીથી ડરતો નથી
આ ઉપરાંત ઉદયનિધિ સ્ટાલિને જણાવ્યું હતું કે, તેઓ ટીવીકે સરકાર દ્વારા તેમના વિરુદ્ધ દાખલ કરાયેલા કેસનો કાયદેસર રીતે સામનો કરશે. આનો હેતુ મને ડરાવવાનો છે. પરંતુ હું આવી કાર્યવાહીથી ડરતો નથી.
ધરપકડ સરકારના અભિમાનની નિશાની
આ દરમિયાન ડીએમકે નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને જણાવ્યું હતું કે ધરપકડ સરકારના અભિમાનની નિશાની છે. અભિમાન વિનાશ તરફ દોરી જાય છે અને સતત અભિમાન વિનાશને વેગ આપે છે. વિપક્ષના નેતાની ધરપકડ પાછળનો હેતુ કાવેરી મુદ્દા અંગે સરકારની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવાનો હતો.
બજેટ સત્ર પહેલાં તેમની ધરપકડ નિંદનીય
આ ઉપરાંત ડીએમકેના વિરોધી પક્ષ એઆઇડીએમકેના મહાસચિવ પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે ઉદયનિધિએ કાળજીપૂર્વક બોલવું જોઈતું હતું, પરંતુ બજેટ સત્ર પહેલાં તેમની ધરપકડ નિંદનીય છે. હું ડમી હોર્સ' સરકારની સખત નિંદા કરું છું જે વિપક્ષના નેતાની ગેરહાજરીમાં બજેટ સત્ર યોજવાનો પ્રયાસ કરીને વિધાનસભાને પંગુ બનાવવા માંગે છે.