Sun Oct 11 2026

Logo
Todays horoscope

આજનું રાશિફળ (24-09-2026): આ 4 રાશિઓ માટે પ્રગતિ અને ધનલાભના પ્રબળ યોગ, જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે

2026-09-24 00:01:00
Author: Darshana Visaria
આજનું રાશિફળ (24-09-2026): આ 4 રાશિઓ માટે પ્રગતિ અને ધનલાભના પ્રબળ યોગ, જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે

મેષઃ 
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સફળતા અને સકારાત્મક્તા લઈને એવી રહ્યા છે. આજનો દિવસ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રે અટકેલા કામો પૂર્ણ થવાની સંભાવના છે અને સહકર્મીઓનો સારો સહયોગ મળશે. વેપારમાં નાણાકીય રોકાણ કરવા માટે સમય સાનુકૂળ છે, જોકે ઉતાવળિયા નિર્ણયો ટાળવા. પરિવાર સાથે સુખદ સમય વિતાવી શકશો, જેનાથી મન પ્રસન્ન રહેશે. દાંપત્યજીવનમાં પ્રેમ અને સુમેળ જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉત્તમ દિવસ છે. સાંજ પછી આર્થિક લાભના નવા રસ્તા ખૂલશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, છતાં ખાણીપીણીમાં કાળજી રાખવી જરૂરી છે.

વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે, તેથી આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે. બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ મૂકવો પડશે, નહીં તો બજેટ ખોરવાઈ શકે છે. નોકરીમાં કામનું ભારણ થોડું વધી શકે છે, પણ ધીરજથી કામ પાર પડશે. વાણી પર સંયમ રાખવો, જેથી પારિવારિક વાતાવરણમાં કોઈ પ્રકારનો તણાવ ન સર્જાય. મિત્રો તરફથી મહત્વની મદદ મળી રહેશે. જૂના અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. સાંજનો સમય કોઈ ધાર્મિક કાર્ય અથવા આરામમાં વિતાવવો હિતાવહ છે. માનસિક શાંતિ જાળવવા માટે યોગ કે પ્રાણાયામનો સહારો લો. માતા-પિતાના આશિર્વાદથી આજે કોઈ અટકી પડેલું કામ પૂરું થશે. 

મિથુનઃ
મિથુન રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં સારો એવો વધારો જોવા મળશે. વ્યવસાયિક ક્ષેત્રે નવી તકો અને નફાના સોદા સામે આવી શકે છે. કાર્યસ્થળે તમારા વિચારો અને કામની પ્રશંસા થશે. પારિવારિક જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને કોઈ સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે કોઈ જૂના મતભેદ હશે તો તેનો સુખદ ઉકેલ આવશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને નવા સંપર્કો બનશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે. એકંદરે આરોગ્ય સારું અને તાજગીભર્યું રહેશે. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળશે, પરંતુ તમારે એ માહિતી કોઈ સાથે પણ શેર કરતાં પહેલાં બચવું જોઈએ. 

કર્કઃ
કર્ક રાશિના જાતકોએ આજે કોઈ પણ નાણાકીય વ્યવહારો અને કરારોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. કામના સ્થળે વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી તમારા રહસ્યો કોઈ સાથે શેર ન કરવા. પરિવારના કોઈ વડીલ સભ્યની તબિયત ચિંતાનું કારણ બની શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે, જેનાથી મનને રાહત મળશે. અચાનક નાની યાત્રાનો યોગ બની શકે છે, જે સામાન્ય રહેશે. બિનજરૂરી ચિંતાઓથી દૂર રહેવું અને નકારાત્મક વિચારો ટાળવા. સંબંધોમાં વિશ્વાસ જાળવી રાખવો સૌથી વધુ જરૂરી બનશે. કુંવારા લોકોના જીવનમાં આજે ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને વાત લગ્ન સુધી પહોંચશે. 

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી અને પ્રગતિશીલ સાબિત થશે. કાર્યક્ષેત્રે તમારી નેતૃત્વ ક્ષમતા નિખરશે અને ઉપરી અધિકારીઓ ખુશ રહેશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવાથી મનમાં આનંદ રહેશે. સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે અને લોકો તમારી સલાહ લેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને લગ્નોત્સુક લોકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ જ ફળદાયી નીવડશે. શારીરિક ઉર્જા જળવાઈ રહેશે. ઘરકે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. આજે તમારે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

કન્યાઃ 
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રે વ્યસ્તતાથી ભરેલો રહેશે, છતાં પરિણામ અનુકૂળ મળશે. વ્યાપારમાં નવી ભાગીદારી અથવા નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો સમય છે. તમારી કાર્યશૈલીમાં સુધારો થશે અને મહેનતનું યોગ્ય વળતર પ્રાપ્ત થશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની શક્યતા છે. વાહન કે સ્થાવર મિલકત ખરીદવાના યોગ બની રહ્યા છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાથી મન હળવું થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પણ થાકનો અનુભવ ન થાય તેનું ધ્યાન રાખવું. નકામી દલીલોથી દૂર રહેવું ફાયદાકારક રહેશે. જીવનસાથી સાથે શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો, પણ બજેટનું ધ્યાન રાખવું પડશે. 

તુલાઃ
તુલા રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરો સાથ મળવાથી અટકેલા મહત્વના કાર્યો સરળતાથી પૂરા થશે. કોઈ લાંબી અથવા ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે, જે મનને શાંતિ આપશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાના ચાન્સ છે. આર્થિક રીતે દિવસ સારો રહેશે, પણ ઉધારીના વ્યવહારો ટાળવા. પારિવારિક સંબંધોમાં પ્રેમ અને એકતાની ભાવના મજબૂત થશે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેશો, જેથી યશ મળશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે નવી તકો સાંપડશે. સ્વાસ્થ્ય એકંદરે ઉત્તમ અને સંતુલિત રહેશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ધનલાભની તક લઈને આવી રહ્યો છે. આજે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે શાંતિ અને ગંભીરતા રાખવી જરૂરી છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અને ઉતાવળ કરવી નહીં. કાર્યસ્થળે બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહેવું, અન્યથા વિવાદ વધી શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ અણધાર્યા ખર્ચ આવી શકે છે. પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા માટે ખુલ્લા મને વાતચીત કરવી. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું અને યોજનાઓ ગુપ્ત રાખવી. માનસિક તણાવ ઓછો કરવા માટે ધ્યાન કે ઈશ્વર આરાધના લાભકારી રહેશે. કુંવારા લોકોના જીવનમાં આજે ખોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે. 

ધનઃ
ધન રાશિના જાતકો આજનો દિવસ ખૂબ જ અનુકૂળ અને ઉત્સાહવર્ધક રહેવાની શક્યતા છે. ભાગીદારીના વ્યવસાયમાં સારો નફો મળશે અને વિસ્તરણના પ્લાન સફળ થશે. દાંપત્યજીવનમાં પ્રેમ અને પરસ્પર વિશ્વાસ વધુ ગાઢ બનશે. નવી ઓળખાણો ભવિષ્યમાં આર્થિક રીતે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. નોકરીમાં તમારા કામની કદર થશે અને નવી તક સામે આવશે. મિત્રો સાથે બહાર ફરવા જવાનો અથવા મનોરંજનનો કાર્યક્રમ બની શકે છે. કોર્ટ-કચેરી સંબંધિત કામોમાં રાહત મળવાના સંકેત છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. 

મકરઃ 
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આજે તમને તમારી સખત મહેનતનું યોગ્ય અને અપેક્ષિત ફળ મળશે. કોર્ટ-કચેરી કે કાયદાકીય મામલાઓમાં વિજય અથવા રાહત મળવાની પૂરી સંભાવના છે. શત્રુઓ પર તમારો દબદબો રહેશે અને તેઓ કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત થશે અને નવા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે. ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે, જેથી બચતમાં વધારો થાય. ઋતુજન્ય બીમારીઓથી સાચવવું અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું. પરિવાર સાથે સાંજનો સમય આનંદથી પસાર થશે. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે. 

કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખમાણીએ સારો રહેશે. આજનો દિવસ તમારી બૌદ્ધિક ક્ષમતા અને સર્જનાત્મકતામાં વધારો કરશે. કલા, લેખન અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સિદ્ધિ મળી શકે છે. સંતાન સંબંધિત કોઈપણ ચિંતા દૂર થશે અને તેમના તરફથી ખુશી મળશે. શેરબજાર કે રોકાણથી આર્થિક લાભ થવાના અનુકૂળ સંકેતો છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને સંબંધોમાં નિકટતા વધશે. મિત્રો સાથે મળીને કોઈ નવું કાર્ય શરૂ કરવાની યોજના બની શકે છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરિણામો ઉત્સાહવર્ધક રહેશે. તમારું મનોબળ ઊંચું રહેશે.

મીનઃ 
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજે તમારું ધ્યાન ઘર અને પારિવારિક સુખ-સુવિધાઓ વધારવા પર વધુ રહેશે. જમીન, મકાન કે નવી મિલકત ખરીદવાના આયોજનમાં આગળ વધી શકશો. માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું અને તેમની સલાહથી કામ કરવું. કાર્યક્ષેત્રે કામનું દબાણ થોડું રહી શકે છે, પરંતુ સાંજ સુધીમાં બધું થાળે પડી જશે. આર્થિક રીતે દિવસ સામાન્ય કરતાં સારો રહેશે અને આવક જળવાઈ રહેશે. પારિવારિક નિર્ણયોમાં બધાનો અભિપ્રાય લેવો હિતાવહ રહેશે. ભાવનાઓમાં વહી જઈને કોઈ નિર્ણય ન લેવો અને શાંતિ જાળવવી.