Thu Nov 19 2026

Logo

થાણેેમાં સર્વિસ સેન્ટરમાં વાહન ધોવા પર પ્રતિબંધ

2026-10-28 17:07:26
Author: Sapna Desai
થાણેેમાં સર્વિસ સેન્ટરમાં વાહન ધોવા પર પ્રતિબંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે:
થાણે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર થાણે શહેરમાં આવેલા સર્વિસ સેન્ટરમાં વાહનો ધોવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

અલ નિનોની અસરને કારણે ઊભા થનારા  સંભવિત દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવા  સરકારના નિર્ણય મુજબ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી ઉપલબ્ધ જળ સંસાધનોનું આયોજન કરીને પીવાના પાણીની સલામતી સુનિશ્ર્ચિત કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ પૃષ્ઠભૂમિ સામે થાણે મહાનગરપાલિકાએ થાણે શહેરના તમામ સર્વિસ સેન્ટરમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર અને અન્ય વાહનો ધોવા પર પ્રતિબંધો લાદી દીધા છે. સર્વિસ સેન્ટરમાં  અથવા ગેરેજમાં વાહનો ધોવા માટે પીવાના પાણી અથવા કૂવાના પાણીનો તેમ જ  વાહનો ધોવા માટે પ્રેશર જેટનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

જો કે ડોલમાં પાણી લઈને ભીના કપડાથી વાહનો સાફ કરવા પર કોઈ પ્રતિબંધ નથી. પાણીપુરવઠા વિભાગે ચેતવણી આપી છે કે જો ઉપરોક્ત આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ મુજબ સર્વિસ સ્ટેશન પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.