(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: દિવાળીના તહેવાર દરમ્યાન અવાજ અને પર્યાવરણીય પ્રદૂષણ અંગેની નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે થાણે મહાનગરપાલિકા દ્વારા અલગથી ફરિયાદ કરવા માટે નંબર જાહેર કરવાની સાથે જ વોર્ડ સ્તરે ઈ-મેલ સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.
દિવાળીમાં સાઉન્ડ સિસ્ટમ, એમ્પ્લીફાયર અને ફટાકડાના અનિયંત્રિત ઉપયોગથી થતા અવાજ અને પર્યાવરણીય પ્રદૂષણને રોકવા અને નાગરિકોની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરવા માટે થાણે પાલિકા દ્વારા અલગથી યંત્રણા ઉપલબ્ધ કરી છે. નાગરિકો થાણે રિજનલ ડિઝાસ્ટર મેનજમેન્ટ કંટ્રોલને ૮૬૫૭૮ ૮૭૧૦૨ નંબર પર ફોન કરીને તેમ જ વોર્ડ સ્તરે એક અલગ ઈ-મેલ સુવિધા ઉપલબ્ધ કરી આપી છે.
સાઉન્ડ સિસ્ટમના જોરથી ઉપયોગ, એમ્પ્લીફાયરથી થતા અવાજ પ્રદૂષણ અને ફટાકડાના વધુ પડતા ઉપયોગને કારણે સિનિયર સિટિઝન, બાળકો અને દર્દીઓને ત્રાસ થાય છે. આ પૃષ્ઠભૂમિ પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી નાગરિકો તેમના વિસ્તારમાં અવાજ અને પર્યાવરણીય પ્રદૂષણ અંગેની ફરિયાદો સરળતાથી નોંધાવી શકે અને તેના પર યોગ્ય કાર્યવાહી કરી શકે.