થાણે: થાણે જિલ્લામાં 34.18 કરોડના હેરોઇનની જપ્તીના કેસમાં પોલીસે ડ્રગમાફિયા અમજદ યુસુફ પઠાણ અને તેના ચાર સાગરીત સામે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લગાવ્યો હતો. અમજદ પઠાણ વિરુદ્ધ ત્રણ રાજ્યમાં 20 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે અને એમસીઓસીએ લાગુ કરવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની મંજૂરી મળ્યા બાદ પઠાણને થાણે સેન્ટ્રલ જેલમાંથી 8 સપ્ટેમ્બરે કસ્ટડીમાં લેવાયો હતો.
ડેપ્યુટી પોલીસ કમિશનર અતુલ ઝેન્ડેએ કહ્યું હતું કે 9.8 કિલો હેરોઇન જપ્ત કરીને કલ્યાણના મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરાઇ હતી. પોલીસે પઠાણ સહિત તેના સાગરીતો કાસમ અબ્દુલ સત્તાર વસઇકર, કૃષ્ણા નાગપ્પા હલેમાની, ગણેશન પુથ્થુસ્વામી ઉર્ફે બુડુસ્વામી જંગમાર અને સદ્દામ ગફુર શેખની ધરપકડ કરી હતી.
આરોપી કાસમ વસઇકર પાસેથી પોલીસે 34.18 કરોડ રૂપિયાનું 9.768 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. તેની પાસેથી મોબાઇલ અને રોકડ પણ મળી આવ્યાં હતાં. પોલીસ તપાસમાં પઠાણ ડ્રગ સિન્ડિકેટનો માસ્ટરમાઇન્ડ હોવાનું જાણા મળ્યું હતું. પઠાણ વિરુદ્ધ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હત્યા, દંગલ અને ડ્રગ્સની તસ્કરી સહિત 20 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે.
પઠાણ વિરુદ્ધ 2020માં હત્યા બદલ મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનમાં અને 2025માં ડ્રગ્સની તસ્કરી બદલ કોનગાંવ પોલીસ સ્ટેશનમાં એમસીઓસીએ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. તેના સાગરીતો વિરુદ્ધ પણ ગુના દાખલ છે. (પીટીઆઇ)
પ્રતીકાત્મક તસવીર