મુંબઈઃ થાણે મહાનગરપાલિકાએ (TMC) ટેમઘર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વધુ ક્ષમતાવાળી પમ્પિંગ મશીનરી સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવાની જાહેરાત કરી છે. અમૃત 2.0 યોજના હેઠળ હાથ ધરાનારી આ કામગીરીને કારણે શનિવાર, 26 સપ્ટેમ્બર 2026ના સવારે 9 વાગ્યાથી રવિવાર, 27 સપ્ટેમ્બરના સવારે 9 વાગ્યા સુધી 24 કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે. આ વિસ્તારોમાં પાણી પુરવઠો અસરગ્રસ્ત રહેશે, જેથી જાહેર જનતાને પાણીનો વ્યય નહીં કરવાની અપીલ કરવામાં આવી છે.
સેન્ટ્રલ અને દક્ષિણ વિસ્તારનો સમાવેશ
ઇન્દિરા નગર, સાઠે નગર, આંબેવાડી, દાવલે નગર, સાવરકર નગર, લોકમાન્ય નગર (પાડા નં. 2, 3 અને 4), ચૈતન્ય નગર, પેરેરા નગર, ઝાંઝે નગર, શ્રીનગર, કિસાન નગર, શિવ ટેકરી, શાંતિ નગર અને કૈલાશ નગર. પશ્ચિમ વિસ્તાર અને યેઓર વિસ્તારના ભાટવાડી, વાઘારી પાડા, રૂપાદેવી પાડા, રામ નગર, સી.પી. તળાવ વિસ્તાર અને યેઓર વિસ્તાર. ઘોડબંદર રોડ કોરિડોરના ઘોડબંદર રોડ, પાટલીપાડા, વાકલ કુંપ, બ્રહ્માંડ, પવાર નગર, કોઠારી કમ્પાઉન્ડ, ડોંગરીપાડા અને વાઘબીલ. અન્ય વિસ્તારોમાં મુમ્બ્રા રેતીબંદર સહિત આસપાસના કેટલાક વિસ્તારોમાં પણ પાણી પુરવઠો અસરગ્રસ્ત રહેશે.
ઓછા દબાણે પાણી મળવાની શક્યતા
મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાળવણી અને અપગ્રેડેશનનું કામ પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો તબક્કાવાર પુનઃસ્થાપિત કરવામાં આવશે. જોકે, ત્યાર બાદ પણ એકથી 2 દિવસ સુધી પાણી ઓછા દબાણે મળવાની શક્યતા છે.
નાગરિકોને પાણીનો પૂરતો સંગ્રહ કરવાની અપીલ
થાણે મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને પાણી પુરવઠો બંધ થાય તે પહેલાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરી છે તેમ જ પાણી પુરવઠો ખોરવાયેલો રહે તે દરમિયાન પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા પણ નાગરિકોને વિનંતી કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ આ માળખાકીય અપગ્રેડેશનની કામગીરી દરમિયાન નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે.