Mon Sep 14 2026

Logo

ટૅક વ્યૂહ: લેપટોપ ખરીદવું કે ટેબ્લેટ? આ મૂંઝવણનો સચોટ ઉકેલ શું ?

2026-08-30 09:07:00
Author: Viral Rathod
ટૅક વ્યૂહ: લેપટોપ ખરીદવું કે ટેબ્લેટ? આ મૂંઝવણનો સચોટ ઉકેલ શું ?

 

- વિરલ રાઠોડ

પોર્ટેબલ ડિવાઇસની દુનિયામાં દરેક ડિવાઇસ હવે સેપરેટલી પ્રાપ્ય છે. આ પ્રકારના ડિવાઇસ સામાન્ય વોટ ઉપર પણ ચાલી જાય છે. યુએસબી પીન અને મોબાઈલ જેવા ચાર્જર પર નાનકડા વોટથી ચાર્જ થઈને બેસ્ટ પર્ફોમન્સ આપે છે. ડિવાઇસમાં બ્લુટુથ આવતા વાયરલેસ નેટવર્ક બનાવી શકાય એવી સવલત ટેક્નોલોજીએ ઊભી કરી દીધી છે. મોબાઈલના એક બ્લુટુથથી મસમોટું સ્પીકર ચાલુ કરી શકાય અને પોર્ટેબલ માઉસને ટેબલેટ સાથે ક્નેકટ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય. 

એક એવો સમય હતો જ્યારે દરેક ડિવાઇસ માટે એના જરૂરી એવા ડ્રાઈવર્સ જે તે સિસ્ટમમાં નાખવા પડતા, હવે દરેક ડિવાઇસમાં જ આ પ્રોગ્રામ ફાઈલ્સ સાથે ડ્રાઈવર સેટ કરીને અપાતા કોઈ પણ ડિવાઇસને સરળતાથી કસ્ટમાઈઝ કરી શકાય છે. સતત વધી રહેલા ડિજિટલ ઉપકરણના વિશાળ દરિયામાંથી કોઈ એક શ્રેષ્ઠની પસંદગી કરવી હવે થોડી અઘરી બની છે, કારણ કે ટેબલેટ જેવા ડિવાઇસ પરથી ઘણુંખરું કામ પતી જાય છે. જોકે  લાંબા સમયથી કેટલાક પ્રોજેક્ટ પર સતત કામ કરવાનું થાય ત્યારે કમ્પ્યુટર કે લેપટોપ અનિવાર્ય છે.

 બજેટને પ્રાથમિકતા

 ડિજિટલ ડિવાઇસ પહેલા પણ મોંઘા હતા અને અત્યારે પણ એટલા જ મોંઘા છે. સસ્તા ફોનની જાહેરાત ભલે દર વખતે બજેટમાં થાય પણ એવા સસ્તા ફોન પરથી ખાસ કોઈ દૈનિક ઓફિસમાં કરવામાં આવતા કામ થતા નથી. આવા સસ્તા ફોનનું આયુષ્ય પણ એટલું જ ટૂકું હોય છે. સતત નવી નવી અપડેટ ફોનને પરવડે કે નહીં એ નક્કી નથી હોતું. સામાન્ય ટેબલેટ ₹10,000થી શરૂ થાય છે. કોઈ વીડિયો કોન્ટેટ ક્રિએટર હોવ, સતત વીડિયોનો ડેટા એક સેમ્પલ તરીકે બતાવવાનો હોય, થોડું ઘણું વીડિયો એડિટિંગ ફાવતું હોય અને 2થી 2.30 મિનિટની રીલ્સમાં તમામ વસ્તુ આવી જાય એવી મસ્ત ક્રિએટિવિટી હોય તો ટેબલેટ લઈ શકાય. ફાયદો એ થાય કે, સાથે સિમ અને ટેબલેટની મેમરી સારી રીતે મળતી હોવાથી વાત પણ થાય અને પ્રોજેક્ટ પણ સચવાય. પણ બજેટ થોડું વધારે હોય તો ટેબલેટમાં પણ હવે પોર્ટેબલ બ્લુટુથ ક્નેક્ટ કરીને જે તે ડિવાઇસને એની સાથે જોડી શકાય છે. જેમ કે, પોર્ટેબલ માઉસ, કિ-બોર્ડ. આપણે ત્યાં હજુ ટાઈપ સી સુધી બધુ સીમિત છે પણ ઘણા ડિવાઇસમાં યુએસબી પીન સપોર્ટ કરતા અને કિ-બોર્ડમાં પણ ટાઈપ સીના અવકાશથી આ કસ્ટમાઈઝેશન શક્ય છે.

 સ્પેસ પ્રાયોરિટી

 ફોન હોય કે ટેબલેટ, કમ્પ્યુટર હોય કે લેપટોપ, વાત ડિજિટલની હોય કે ફિઝિકલની.. પણ દરેક વસ્તુમાં પહેલા બજેટ નક્કી થયા બાદ વાત આવે છે જગ્યાની. જગ્યા કેટલી મળશે. 128 જીબી ફોનમાં આવ્યા બાદ 1 ટિબી સુધી એક્સ્પાન્શન મળે એવા ટેબલેટ માર્કેટમાં છે. જેનો ભાવ ઘણો વધારે છે. 30થી 35 હજાર સુધી ટેબલેટમાં એક મર્યાદિત સ્પેસ સાથે ખરીદી કરવા કરતા આ જ 20થી 25 હજાર સુધીની રેન્જથી લેપટોપ શરૂ થાય છે. 

સ્પેસ પણ વધારે અને કસ્ટમાઈઝેશનનો અવકાશ પણ મોટો. ઉદાહરણ તરીકે, બ્લુટુથ સ્પીકરને ટેબલેટમાં જોડી દેવાથી એમાંથી મળતો સાઉંડસપોર્ટ ટેબલેટ કરતા વધારે મળે. સ્ક્રિન ટેબ કરતાં મોટી હોય એટલે હાઈરિઝોલ્યુશન પિક્ચર મળે. બસ, મર્યાદા એટલી છે કે, ચાર્જ રાખવું પડે અને નાના-નાના વિઝ્યુઅલ્સ પ્રોડક્ટ વખતે એને સ્ક્રીન પર બતાવવા માટે સમય જાય. 

કેવી રીતે એ પણ સમજો...

કોઈપણ કમ્પ્યુટર કે લેપટોપ શરૂ થતા પહેલા 3થી 4 મિનિટનો સમય લે છે. આ પછી જે તે ફોલ્ડર અને ડ્રાઈવ સુધી પહોંચવામાં સમય જાય છે.

 વર્ક ચોઈસ

 ‘જો દિખતા હૈ વહી બિકતા હૈ.’ કામ શું છે એના પર બન્ને ડિવાઇસની પસંદગી રહેલી છે. બજેટનો મુદ્દો પહેલો એટલા માટે છે કારણ કે, કામ અને જરૂરિયાત નક્કી થયા બાદ એને લેવા માટે પણ બજેટ જોઈએ. નાના-નાના વિઝ્યુઅલ્સ પ્રોજેક્ટ માટે ટેબલેટ બેસ્ટ છે. પણ સ્પેસ અને વ્યવસ્થિત પ્રોફનલ્સ ટચ આપવા માટે લેપટોપ બેસ્ટ છે. બન્નેની બેઝ કિંમતમાં થોડો નહીં ઘણો મોટો તફાવત છે, જે ડિવાઇસ નાનું એના કસ્ટમાઈઝ થવાના ચાન્સ ઓછા અને જે ડિવાઇસ મોટું એના કસ્ટમાઈઝ થવાના ચાન્સ વધારે. 

કમ્પ્યુટરને એકથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય એમ નથી. વારંવાર આવું કરવું ખર્ચાળ કરતા મહેનત વધારે માગી લે એવું છે. આવા સમયે લેપટોપ શ્રેષ્ઠ છે. અચ્છા માઈક્રોસોફ્ટના દરેક ડોક્યુમેન્ટ ઓનલાઈન થયા છે. આવા ડોક્યુમેન્ટ તૈયાર કરવા 
માટે દરેક એપ્સની પણ જરૂર નથી. આ પ્રકારનું કામ હોય તો એ ટેબલેટમાં ઉત્તમ રીતે થાય. કારણ કે, લાઈટિંગ વધારે અને ઝુમ કરવામાં સરસ કસ્ટમાઈઝેશન મળે. આમાંથી પ્રિન્ટ પણ નીકળે અને નાનું મોટું ફોટો-પિક્ચર કે ગ્રાફિક્સ સેટ કરીને સરસ પ્રેઝન્ટેશન પણ બનાવી શકાય.          

આઉટ ઓફ ધ બોક્સ

મોટા-મોટા કોન્સર્ટમાં જોવા મળતી મોટી સ્ક્રીન પાછળ એક લેપટોપ સ્ક્રીન જ તમામ સ્ક્રીનનું મોનિટરિંગ કરે છે.