મુંબઈઃ બોલીવુડમાં હંમેશાં ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ તાપસી પન્નુની ફિલ્મ 'ગાંધારી' ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવી છે. હાલમાં ફિલ્મ પ્લેટફોર્મ પર સ્ટ્રિમ કરી રહી છે. આ ફિલ્મને લઈ તાપસી ચર્ચામાં છે. તાપસીએ બોલીવુડમાં કામ મળવાને લઈને જે વાત કહી એના પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. પોતાની એક ખાસ મુલાકાતમાં તાપસીએ બોલીવુડની એ ડાર્ક સાઈડ ખોલી જે જાણીને લોકો વિચાર કરતા થઈ ગયા છે.
ખાસ કરીને યુવતીઓ માટે આ ઈન્ડસ્ટ્રીમાં કામ સિવાય પણ શું હોવું જોઈએ એને લઈને એક્ટ્રેસે ઈશારો કર્યો છે. આ સિવાય તાપસી કઈ વાતને આજ દિવસ સુધી ફોલો કરે છે એ અંગે પણ દિલ ખોલીને ખુલાસો કર્યો છે. તાપસીએ કહ્યું હતું કે, ઈન્ડસ્ટ્રમાં દરેક એક્ટરનું રિપ્લેસમેન્ટ છે જ. કોઈ પણ પાત્ર માટે કોઈ પણ એક્ટર કોઈની પણ જગ્યા લઈ શકે છે. એક્ટર જે તે પાત્રને અલગ અલગ રીતે ભજવી શકે છે.
શું કહ્યું ખાસ મુલાકાતમાં?
મેઈનસ્ટ્રીમ અને કમર્શિયલ ફિલ્મમાં મહિલાના પાત્ર એવા હોય છે જેને કોઈપણ વ્યક્તિ કરી શકે છે. એવામાં આ પાત્રને પ્લે કરવા માટે માત્ર ટેલેન્ટની જરૂર નથી, પણ માર્કેટ વેલ્યુ, વિઝિબિલિટી, કોન્ટેક્ટ અને તમારી અવેલેબિલિટી કેટલી છે એના પર બધો આધાર છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં આ વસ્તુઓ ખૂબ જ મેટર કરે છે. આ મામલે હું ખૂબ જ પાછળ છું, મને કામ માત્ર મારા ટેલેન્ટ પર જ મળે છે. 'ડંકી' ફિલ્મ મને મારી ટેલેન્ટ પર જ મળી છે. રાજકુમાર હિરાણીએ મારૂ કામ જોયું પછી મારા કામના આધાર પર મને કાસ્ટ કરી.
કર્મશિયલ ફિલ્મ હોય ત્યારે મહિલાઓના પાત્ર એટલા ખાસ નથી હોતા. એનાથી કોઈ ફેર પડતો નથી કે કઈ એક્ટ્રેસ ક્યો રોલ પ્લે કરી રહી છે. આજે મેકર્સ ફિલ્મના બજેટ અનુસાર જે તે આર્ટિસ્ટને સાઈન કરે છે. આ માટે માર્કેટ વેલ્યૂ જેવી વસ્તુ કામ કરે છે. મેઈનસ્ટ્રિમ ફિલ્મમાં માત્ર ટેલેન્ટના આધાર પર એક્ટ્રેસની પસંદી ખૂબ જ ઓછી થાય છે. રાજુ હિરાણી જેવા ડાયરેક્ટર જે પણ એક્ટ્રેસને ફિલ્મ માટે સાઈન કરે છે એ સંપૂર્ણ રીતે ફિક્સ હોય છે. આવા મેકર્સ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછા હોય છે.
અલગ વિષયની ફિલ્મો કરે છે એક્ટ્રેસ
નેટફ્લિક્સ પર તાપસીની ફિલ્મ 'ગાંધારી' સ્ટ્રિમ થઈ ગઈ છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જ ફિલ્મ સ્ટ્રિમ થઈ ગઈ હતી. ફિલ્મના રીવ્યૂ કંઈ ખાસ નથી,સ્ટોરી પણ નબળી છે અને પ્રેઝન્ટેશન પણ ઠીકઠીક છે. તાપસીના ફેન્સને માત્ર આ ફિલ્મ ગમી રહી છે કારણ કે, તાપસીનો એક્શન અંદાજ ફરી આ ફિલ્મમાં દેખાયો છે. તાપસીએ પોતાની કારકિર્દીમાં પરંપરાગત ગ્લેમરસ ભૂમિકાઓ કરતાં અલગ અને પડકારજનક પાત્રોને વધુ પ્રાધાન્ય આપ્યું છે.
કમર્શિયલ સિનેમા સાથે કન્ટેન્ટ આધારિત ફિલ્મોમાં પણ સતત જોવા મળી છે. એક્ટ્રેસે ફિલ્મ પ્રોડક્શનમાં પણ પગલું મૂક્યું છે, જેના કારણે તેમની ફિલ્મી કારકિર્દી માત્ર અભિનેત્રી તરીકે નહીં પરંતુ ફિલ્મમેકિંગના ક્ષેત્રમાં પણ વિસ્તરી છે.'પિંક', 'નામ શબાના', 'મુલ્ક', 'મનમર્ઝિયાં', 'બદલા', 'થપ્પડ', 'રશ્મિ રોકેટ' અને 'દોબારા' જેવી ઓફબિટ ફિલ્મોમાં તેણે માઈલસ્ટોન કહી શકાય એવો અભિનય કર્યો છે.