નોઈડાઃ સમગ્ર દેશને હચમચાવી નાખે એવા નિઠારી કાંડ કેસમાં આરોપી સુરેન્દ્ર કોલીનું હરિદ્વારમાં શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. એનો મૃતદેહ હરિદ્વારના સપ્ત સરોવર વિસ્તારમાં લાલમાતા મંદિરની સામે ચાની દુકાન પાસેથી મળી આવ્યો હતો. આ મૃતદેહ મળતા પોલીસ યુદ્ધના ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસ અલ્મોડાના નિવાસી એવા એના પરિવારજનોને પણ જાણકારી આપી દીધી છે.
ચાની દુકાનમાંથી મળ્યો મૃતદેહ
પોલીસ રિપોર્ટ અનુસાર સુરેન્દ્ર ચાની દુકાન પાસેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. એનો મૃતદેહ ચાની દુકાન નજીક પડ્યો હતો. સપ્તઋષિ પોલીસ સ્ટેશનના સ્ટાફને આ અંગે જાણકારી પહેલા મળી હતી. ચાની દુકાનમાં એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાનું જાણવા મળતા પોલીસ દોડી ગઈ હતી. અગાઉ ચાની દુકાન નજીકની વાત જાણવા મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા મૃતદેહ ચાની દુકાનમાં પડ્યો હતો. સુરેન્દ્ર પણ મૂળ અલ્મોડાનો રહેવાસી છે.
એવું જાણવા મળ્યું હતું કે, સુરેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી હરિદ્વારમાં જ રહેતો હતો. ચાનો ધંધો કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને દુકાન પાસેથી કોઈ જ પ્રકારની સ્યૂસાઈડ નોટ મળી નથી. પોલીસનું એવું કહેવું છે કે, મોતના કારણનું હાલ કોઈ વિગત સામે આવી નથી. યોગ્ય તપાસ બાદ આનું કારણ જાણવા મળશે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગત સામે આવશે.
આ રીતે મુક્ત થયો હતો
આ કેસની દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવશે. કુંદનસિંહ રાણાએ જણાવ્યું હતું કે, જ્યારે મૃતદેહની ઓળખ સુરેન્દ્ર તરીકે થઈ ત્યારે એ વિગત મળી કે તે નિઠારી કાંડમાં આરોપી હતો. ઘટનાસ્થળની તપાસ કર્યા બાદ પોલીસે આસપાસના લોકો પાસેથી પણ વિગત લેવા માટે પૂછપરછ કરી છે.
આ કેસને દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરીને ઉકેલવામાં આવશે. વર્ષ 2006માં નિઠારી કાંડમાં સુરેન્દ્રનું નામ આરોપી તરીકે આવ્યું હતું. લાંબા સમય સુધી યથાવત રહેલી કાયદાકીય પ્રક્રિયામાં તેને આરોપી જાહેર કરી દેવાયો હતો. પછી અલાહાબાદ કોર્ટે આ કેસમાં તેને મુક્ત કરી દીધો હતો.
જુલાઈ 2025માં સુપ્રીમ કોર્ટે પણ એની સામે 12 કેસમાંથી મુક્ત કરવાનો ચુકાદો યથાવત રાખ્યો હતો. એ પછી નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે એના પર લાગેલા દોષ રદ્દ કરતા સંપૂર્ણ રીતે મુક્ત કરી દેવાનો આદેશ જાહેર કર્યો હતો.
કોર્ટે એને તાત્કાલિક ધોરણે મુક્ત કરવા માટે કહ્યું હતું. શંકાસ્પદ સ્થિતિમાં એનો મૃતદેહ મળી આવતા પોલીસ તપાસ વધારી દીધી છે. એક ટીમ આ કેસમાં તપાસ હેતું જોડાઈ ચૂકી છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાંથી કંઈક કડી મળે એવી પોલીસને આશા છે.
નિઠારી કાંડ વર્ષ 2006માં ઉત્તર પ્રદેશના નોઈડામાં બન્યો હતો. નોઈડાના સેક્ટર-31ના નિઠારી વિસ્તારમાં એક મકાનની પાછળના નાળામાં માનવ અવશેષો મળ્યા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. કોળી તે મકાનમાં ઘરકામ કરતો હતો, જ્યારે મોનિન્દર સિંહ પંધેર મકાનનો માલિક હતો.
બંને સામે અલગ-અલગ કેસોમાં કાર્યવાહી થઈ હતી. સુરેન્દ્ર કોળીને શરૂઆતમાં કેટલાક કેસોમાં દોષિત ઠેરવીને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. બાદમાં અલાહાબાદ હાઈકોર્ટે એક કેસમાં મૃત્યુદંડને આજીવન કેદમાં ફેરવ્યો હતો. 2023માં હાઈ કોર્ટે નિઠારી સંબંધિત 12 કેસોમાં કોળીને નિર્દોષ જાહેર કર્યો હતો.