નવી દિલ્હીઃ જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સામે પોલીસની કાર્યવાહીના આરોપીની તપાસ કરી રહેલી ઉચ્ચસ્તરીય સમિતિને સુપ્રીમ કોર્ટે પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આજે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે તપાસના પરિણામો માટે અનિશ્ચિત સમય સુધી રાહ જોઈ શકે નહીં. કોર્ટે નોંધ્યું કે 31 ઓક્ટોબરે સમિતિએ સોંપેલો રિપોર્ટ માત્ર ‘સ્ટેટસ રિપોર્ટ’ હતો, જેમાં અત્યાર સુધી થયેલી કામગીરીની વિગતો હતી, પરંતુ પોલીસની કથિત બર્બરતાના આરોપો અંગે કોઈ નિષ્કર્ષ આપવામાં આવ્યો નહોતો.
સુપ્રીમ કોર્ટે સમિતિને અત્યાર સુધીમાં મળેલા તમામ દસ્તાવેજો અને પુરાવાઓની તપાસ કરવા તેમ જ સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબ માંગવા જણાવ્યું છે. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સમિતિએ પોતાની તપાસ માત્ર પીડિતો દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદો સુધી મર્યાદિત રાખવી નહીં. પીડિતો વતી વકીલો અને અન્ય લોકો દ્વારા સોંપવામાં આવેલી ફરિયાદો, વીડિયો તથા અન્ય પુરાવાઓને પણ તપાસમાં સામેલ કરવા જોઈએ.
CJP નેતાઓ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા
બીજી તરફ ઓક્ટોબરમાં જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન અને કથિત ગેરકાયદે પ્રવેશના મામલે CJPના સહ-સંયોજકો સૌરભ દાસ અને આશુતોષ રાંકા દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના બંને સહ-સંયોજકો રાજૌરી ગાર્ડન સ્થિત ક્રાઇમબ્રાંચની કચેરીએ પહોંચ્યા હતા. ઓક્ટોબરમાં જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શનને લગતા કેસમાં પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જંતર-મંતરને હવે સત્તાવાર રીતે વિરોધ પ્રદર્શન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું નથી.
સુપ્રીમ કોર્ટના વકીલે સુનાવણી અંગે શું કહ્યું?
જંતર-મંતરના વિરોધ પ્રદર્શન મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી અંગે વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઉચ્ચસ્તરીય સમિતિએ એક-બે દિવસ પહેલા જ સીલબંધ કવરમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.
રિપોર્ટ સીધો કોર્ટને સોંપવામાં આવ્યો હોવાથી તેની નકલ વકીલો સાથે વહેંચવામાં આવી નહોતી, તેથી રિપોર્ટમાં ચોક્કસ શું છે તે અંગે તેઓ ખાતરીપૂર્વક કંઈ કહી શકાય તેમ નથી. જોકે, કોર્ટની કેટલીક ટીપ્પણીનો અને રિપોર્ટની અમુક લાઈનો વાંચીને સંભળાવવામાં આવતા જાણવા મળ્યું કે વેબસાઇટ પર બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે.
કોર્ટના આદેશ મુજબ નિયુક્ત કરવામાં આવેક ‘એમિક્સ ક્યુરી’ (ન્યાય મિત્ર) અને નોડલ અધિકારીઓને ફરિયાદો, પુરાવાઓ તેમ જ અન્ય જરૂરી વિગતો સોંપવામાં આવશે. જેથી સમિતિ તેમની તપાસ કરીને આગળની ભલામણો કરી શકે. હાલમાં, કોર્ટે એ નથી જણાવ્યું કે ઉચ્ચસ્તરીય સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપવાની સ્પષ્ટતા અંગેની કોઈ સમયમર્યાદા નથી આપી, જ્યાંરે આગળની સુનાવણી માટે 2 તારીખ નક્કી કરવામાં આવી છે.