નવી દિલ્હીઃ દુલારચંદ યાદવ હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ હત્યાકાંડ મામલે અનંત સિહના જામીન રદ્દ કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. વધારે વિગતે વાત કરીએ તો, મોકામાના ધારાસભ્યને તારીખ 1 ડિસેમ્બર, 2026 સુધીમાં આત્મસમર્પણ કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 30 ઓક્ટોબર 2025ના રોજ બિહારના પટના જિલ્લાના મોકામા વિધાનસભા ક્ષેત્રના ઘોષવારી (તાલ વિસ્તાર)માં દુલારચંદ યાદવની હત્યા કરવામાં આવી હતી. જેના આરોપમાં મોકામાના ધારાસભ્ય અનંત સિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ તેમના જામીન રદ્દ કરીને આત્મસમપર્ણ કરવા માટે આદેશ આપી દીધો છે.
પટના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે ફગાવ્યો
આ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પટના હાઈ કોર્ટ દ્વારા અનંત સિંહને જામીન આપવામાં આવ્યાં તે ચુકાદો ખોટો હતો. કારણ કે, હાઈકોર્ટે ગુનાના સ્વરૂપ અને અનંત સિંહના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં લીધા ન હતા. મહત્વની વાત એ છે કે, સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ડના ચુકાદા પર રોક લગાવી દીધી અને અનંત સિંહના જામીન રદ્દ કરી દીધા છે.
The Supreme Court cancels bail granted to JD(U) MLA Anant Singh in the murder case of Dularchand Yadav. The Court has directed Anant Singh to surrender to the authorities on or before December 1, 2026. A bench of Justices MM Sundresh and PV Varale noted that the Patna High Court was wrong in its decision granting Singh bail as it did not consider the nature of the offence and criminal antecedents linked to Singh. Thus, it suspended the High Court order and cancelled Singh’s bail.
— ANI (@ANI) October 30, 2026
આ કેસમાં હત્યાને માત્ર રાજકીય વિવાદના રૂપે જ જોવામાં આવે તે ખોટું છે તેવું સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું. આ કેસમાં તપાસ હજી ચાલી રહી છે અને સુનાવણીમાં સાક્ષીઓએ સાથે પુછપરછ કરવામાં આવશે. કોર્ટે આ કેસની 4 મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો પોલીસને આદેશ આપ્યો છે. મહત્વની વાતએ છે કે, અત્યારે જામીન રદ્દ કરવામાં આવ્યાં તેના કારણે અનંત સિંહને કોઈ પણ ભોગે પાછા જેલમાં જવું પડશે. હવે આ કેસમાં આગળ કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તપાસ પૂર્ણ થયા બાદ જાણવા મળશે.
શું હતો આ સમગ્ર મામલો?
ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, 30 ઓક્ટોબર 2025ના રોજ બિહારના મોકામામાં 75 વર્ષીય દુલારચંદ યાદવની હત્યા થઈ હતી. જેના કારણે નવેમ્બર 2025ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય તણાવ વધી ગયો છે. એવો આરોપ છે કે, પટના જિલ્લાના તરતર ગામ નજીક 'જન સુરાજ પાર્ટી'ના ઉમેદવાર પ્રિયદર્શી પિયુષ અને JD(U)ના ઉમેદવાર અનંત સિંહના સમર્થકો વચ્ચે થયેલા સંઘર્ષ દરમિયાન દુલારચંદની હત્યા કરવામાં આવી હતી. આ ઘર્ષણ દરમિયાન ગોળીબાર થયો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ વાહનો વડે લોકોને કચડી નાખવાના પ્રયાસો પણ થયા હતા. આ સમયે 'જન સુરાજ'ના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરી રહેલા દુલારચંદની હત્યા થઈ હતી.