Thu Nov 19 2026

Logo

દિલ્હી-NCRમાં ફટાકડા અંગે સુપ્રીમ કોર્ટે આપી રાહત: માત્ર 7 અને 8 નવેમ્બરે શરતી ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી

2026-11-02 17:27:21
Author: Mumbai Samachar Team
દિલ્હી-NCRમાં ફટાકડા અંગે સુપ્રીમ કોર્ટે આપી રાહત: માત્ર 7 અને 8 નવેમ્બરે શરતી ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી

નવી દિલ્હીઃ પાટનગર દિલ્હી-NCRમાં દિવાળી પર ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટે લોકોને મર્યાદિત રાહત આપી છે. કોર્ટે નિર્ધારિત શરતો સાથે માત્ર પ્રમાણિત ગ્રીન ફટાકડા ફોડવાની બે દિવસ માટે મંજૂરી આપી છે. 7 અને 8 નવેમ્બર, 2026ના જ આ છૂટ મળશે. જ્યારે 9 નવેમ્બરથી દિલ્હી-NCRમાં ફટાકડા પરનો સંપૂર્ણ પ્રતિબંધ ફરી આપવામાં આવી જશે. હવાના પ્રદૂષણ અને દિવાળીની પરંપરાઓ વચ્ચે સંતુલન જાળવવાના હેતુથી કોર્ટે આ નિર્ણય લીધો છે. 

‘નો ક્રેકર ઝોન’ જાહેર કરવામાં આવશે. 

જસ્ટિસ એમ. એમ. સુરંદેશ અન જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની ખંડપીઠે 29 ઓક્ટોબરે આપેલા આદેશમાં માત્ર પ્રમાણિત ગ્રીન ફટાકડા ઉત્પાદન, વેચાણ અને ઉપયોગની મંજૂરી આપે છે. 7 અને 8 નવેમ્બરે સવારે 6થી 7 વાગ્યા અને રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગયકેન્દ્રો, વૃદ્ધાશ્રમો, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર કરવામાં આવેલા શાંત વિસ્તારોની 300 મીટરની અંદર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. આ વિસ્તારોને ‘નો ક્રેકર ઝોન’ જાહેર કરવામાં આવશે. 

ઓનલાઇન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી કે માત્ર CSIR-NEERI દ્વારા પ્રમાણિત અને PESOની મંજૂરી ધરાવતા ગ્રીન ફટાકડાનું જ ઉત્પાદન થઈ શકશે તેનું ઉત્પાદન 2થી 6 નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. દરેક પેકેટ પર ઉત્પાદન અને બેચ અનુસાર QR કોડ રાખવાનું ફરજિયાત રહેશે, જેથી ઉત્પાદક નોંધણી અને પરીક્ષણ પ્રમાણપત્રની વિગતો જાણી શકાય. 

ફટાકડાનું વેચાણ 4થી 6 નવેમ્બર દરમિયાન માત્ર વહીવટી તંત્ર દવર નક્કી કરાયેલા સ્થળોએ જ થઈ શકશે, જ્યારે ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ રહેશે. બેરિયામયુક્ત ફટાકડા, લડી અને પરંપરાગત ફટાકડાના વેચાણ તથા ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. નિયમોનો ભંગ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની સાથે લાયસન્સ રદ કરવાનો પણ આદેશ અપાયો છે. 

હવાની ગુણવત્તા પર નજર રાખવાનો આદેશ 

સુપ્રીમ કોર્ટે CPCB અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને 2થી 30 નવેમ્બર સુધી હવાની ગુણવત્તા પર નજર રાખી રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે. દિવાળી બાદ હોસ્પિટલોમાં પ્રદૂષણ સંબંધિત બીમારીઓના દર્દીઓની સંખ્યા અને સંભવિત મૃત્યુના આંકડા એકત્રિત કારવાનોઈ પણ આદેશ આપ્યો છે. 
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 9 નવેમ્બર, 2026થી ફટાકડા પરનો સંપૂર્ણ પ્રતિબંધ ફરી અમલમાં આવશે. સંબંધિત રાજ્યોએ 14 ડિસેમ્બર સુધી પાલન અને અહેવાલ રજૂ કરવાનો રહેશે. આ મામલે આગામી સુનાવણી 16 ડિસમ્બરે હાથ ધરવામાં આવશે. 

સામાન્ય ફટાકડાને છૂટ મળશે નહીં

સુપ્રીમ કોર્ટની મંજૂરી માત્ર પ્રમાણિત ગ્રીન ફટાકડા માટે છે. સામાન્ય ફટાકડાને આ છૂટનો લાભ મળશે નહીં. ગ્રીન ફટાકડા પારંપરિક ફટાકડાની સરખામણીમાં ઓછું પ્રદૂષણ ફેલાવવાના હેતુથી તૈયાર કરવામાં આવશે. તેમાં હાનિકારક રસાયણોનો ઉપયોગ ઘટાડવામાં આવે છે. જોકે ગ્રીન ફટાકડા પણ પ્રદૂષણ ફેલાવે છે, તેથી તેમના ઉપયોગ માટે પણ નક્કી કરેલી શરતોનું પાલન કરવું જરૂરી છે. 9 નવેમ્બરથી સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થયા બાદ ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વિતરણ અને ઉપયોગ પર અગાઉની જેમ જ પ્રતિબંધ રહેશે. 

અગાઉ સુપ્રીમ કોર્ટે છૂટ આપવા કર્યો હતો વિચાર

આ પહેલા 30 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે દિવાળી દરમિયાન મર્યાદિત સમય માટે મંજૂરી આપવા બાબતે વિચાર કર્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે લોકોની ધાર્મિક અને સાંસ્કૃતિક લાગણીઓની સાથે પર્યાવરણની સુરક્ષાનું પણ ધ્યાન આપવું જરૂરી છે. 

અદાલતે સ્પષ્ટ કર્યું કે આખો દિવસ ફટાકડા ફોડવાની મંજૂરી આપી શકાય નહીં અને તેના માટે સમય તથા ફટાકડાની શ્રેણી નક્કી કરવી પડશે. હવે કોર્ટે દિવાળી પર બે દિવસ માટે પ્રમાણિત ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. જ્યારે 9 નવેમ્બરથી સંપૂર્ણ પ્રતિબંધ ફરીથી લાગુ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.