(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્ર અને કર્ણાટકની ખાંડ મિલો પર વેચવાલીના દબાણ સામે સ્થાનિક તેમ જ દેશાવરોની લેવાલી ખપપૂરતી રહેતાં ગઈકાલે મથકો પર ભાવમાં ક્વિન્ટલે રૂ. 10થી 20નો ઘટાડો આગળ ધપ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ સ્મોલ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 10થી 18નો અને મિડિયમ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 10નો ધીમો ઘટાડો આગળ ધપ્યો હતો. તેમ જ આજે મથકો પાછળ નાકા ડિલિવરી ધોરણે પણ ભાવ ક્વિન્ટલે રૂ. 20 ઘટી આવ્યા હતા.
પ્રાપ્ત અહેવાલો અનુસાર ગઈકાલે મથકો પર સ્થાનિક તેમ જ દેશાવરોની માગ મર્યાદિત રહેતાં બિજાપુર લાઈનમાં ખાંડના ટેન્ડરોમાં વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 4980થી 5040માં, બેલગામ લાઈનમાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 20ના ઘટાડા સાથે રૂ. 4960થી 5080માં અને કોલ્હાપુર લાઈનમાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 4970થી 5080માં થયાના અહેવાલ હતા.
આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ 27થી 28 ટ્રકનો રહ્યો હતો. તેમ છતાં મથકો પરનાં નિરુત્સાહી અહેવાલે હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 18 અને ઉપલા મથાળેથી રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 5112થી 5292માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 5300થી 5432માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પાછળ ભાવમાં ક્વિન્ટલે રૂ. 20નો ઘટાડો નોંધાતા સ્મોલ ગે્રડના વેપાર ક્વિન્ટલે રૂ. 4970થી 5040માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 5090થી 5150માં થયા હતા.