Mon Nov 16 2026

Logo

સ્મૃતિ અને હરમનપ્રીત વચ્ચે `ઑલ ઇઝ નૉટ વેલ' જેવું કંઈ છે કે શું?

2026-10-29 16:00:00
Author: Ajay Motiwala
સ્મૃતિ અને હરમનપ્રીત વચ્ચે `ઑલ ઇઝ નૉટ વેલ' જેવું કંઈ છે કે શું?

વડોદરાઃ અહીં બુધવારે ભારતની મહિલા ટીમે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી અને અંતિમ વન-ડે જીતીને ટી-20 બાદ આ શ્રેણી પણ 3-0થી જીતી લીધી ત્યાર બાદ ખેલાડીઓ અને કોચિંગ-સ્ટાફના મેમ્બર્સ એકમેક સાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે કૅપ્ટન સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને ભૂતપૂર્વ સુકાની હરમનપ્રીત કૌરે એકમેક સાથે હાથ મિલાવવાનું ટાળ્યું કે પછી ભૂલમાં અથવા ઉતાવળમાં એકબીજાને પાસ કરી દીધી એ ચર્ચાનો વિષય છે. જોકે વાઇરલ થયેલા વીડિયો પરથી સંકેત મળે છે કે બન્ને વચ્ચે કંઈક ખટાશ છે.

હરમનપ્રીત (Harmanpreet) કૅપ્ટન્સીનો બોજ દૂર થયા પછી સારું પર્ફોર્મ કરી રહી છે અને એનો પુરાવો તેણે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની ટી-20 મૅચમાં અણનમ 91 રનની અને વન-ડે મુકાબલામાં 126 રનની ઇનિંગ્સથી આપી દીધો હતો. ખાસ કરીને પચીસમી ઑક્ટોબરે વડોદરામાં 126 રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ બાદ તે ભાવુક થઈને રડી પડી હતી અને માઇક નજીકમાં ઊભેલા વૉલન્ટિયર તરફ ફેંકીને જતી રહી હતી.

બુધવારની આખરી મૅચ બાદ ખેલાડીઓ હાથ મિલાવવા કતારમાં એકમેકની સામે આવી રહી હતી ત્યારે હરમનપ્રીત કૅપ્ટન સ્મૃતિ તરફ જરૂ રહી હોય એવું લાગ્યું હતું. જોકે અચાનક જ સ્મૃતિ બીજી બાજુ જોવા લાગી હતી અને હરમનપ્રીત તેને આ રીતે જોઈને આગળ જતી રહી હતી. 

જોકે બન્નેએ હાથ ન મિલાવ્યા એનો અર્થ તેમની વચ્ચેના સંબંધો બગડ્યા છે એવો કોઈ પુરાવો નહોતો મળ્યો. તાજેતરમાં જ હરમનપ્રીતને કૅપ્ટનપદેથી હટાવીને સ્મૃતિને ભારતીય ટીમની કૅપ્ટન બનાવવામાં આવી છે.