બોલિવૂડ અને સાઉથના સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ શ્રુતી હસને એક ખાસ મુલાકાતમાં જે વાત કહી એ ચર્ચામાં છે. દિલ ખોલીને વાત કરનારી અને પોતાના બેબાક અંદાજથી પણ જાણીતી એક્ટ્રેસ પીરિયડ્સ પર ખુલ્લા મન સાથે વાત કરી હતી. આ સિવાય શારીરિક સમસ્યા સાથે જોડાયેલી વાત પણ બેબાક અંદાજમાં કહી. શ્રુતીએ ખુલાસો કર્યો હતો કે, પીરિયડ્સ દરમિયાન થનારી પીડા અને સમાજમાં આને લઈ જે દ્રષ્ટિકોણ છે એને લઈ ઘણીવાર મહિલાઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. જ્યારે કોઈ પુરૂષને કે મેલ કો-સ્ટારને ઘુંટણમાં પણ દર્દ થાય છે તો ફિલ્મના ક્રૂએ એમને એમના હિસાબથી કામ આપ્યું પણ જ્યારે એક મર્દ મહિલાને દર મહિને થનારા આ દર્દને સમજનારા કોઈ નથી.
ફિલ્મ શુટિંગ દરમિયાન અનેક એવા કલાકારોને આવી અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. પણ કેટલીક તકલીફ એવી પણ હોય છે જેના અંગે સેટ પર વાત કરવી લાંબા સમય સુધી આસાન નથી. એક્ટ્રેસ સોહા અલીખાન સાથેના એક ખાસ પોડકાસ્ટમાં શ્રુતીએ મન મૂકીને વાત કરી હતી. પીરિયડ્સ વખતે થતી પીડા અને શુટિંગ સમયે એને મેનેજ કરવા અંગે પોતાનો અનુભવ શૅર કર્યો હતો. ફિલ્મી કરિયરની શરૂઆતમાં સેટ હું પીરિયડ્સ અંગે કોઈ દિલ ખોલીને વાતચીત કરી શકતી ન હતી.
મજાકીય અંદાજમાં મેં તો પ્રભુને પ્રાર્થના કરી છે કે, પુરૂષોને પણ પીરિયડ્સ થાય. એમને પણ પીરિયડ્સ આવે. જો આવું શક્ય હોત તો કદાચ વર્કકોન્ટ્રાક્ટમાં જ પીરિયડ્સ લીવ લખી દેવામાં આવત. એ વાત સાચી છે કે, હું પોલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમથી પીડિત છું. આ કારણે પીરિયડ્સ દરમિયાન ખૂબ જ વધારે પડતી પીડા થાય છે. આ વિષય પર વાત કરવી એ કોઈ સામાજિક મર્યાદા ન હતી પણ લોકો જ આ અંગે કોઈ વાત કરવા માગતા ન હતા. આ જ વસ્તુ સેટ પર હતી.

જ્યારે શુટિંગ દરમિયાન મારી એનર્જી ઓછી દેખાતી હતી અથવા હું બીજાથી થોડી અલગ પડતી હતી તો ડાયરેક્ટર પરેશાન થઈ જતા હતા. મને યાદ છે કે, એકવાર એક મેલ સ્ટારને એના ઘુંટણની સર્જરી દરમિયાન એક સ્પેશ્યલ ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી હતી. મારા એક કો-સ્ટારને જ્યારે ઘુટણની સર્જરી થઈ છે એવી જાણ ફિલ્મની ટીમને થઈ ત્યારે સમગ્ર ક્રૂએ એની સગવડતાના હિસાબથી શેડ્યુલ એડજસ્ટ કરી દીધું.
શુટિંગ શેડ્યુલ પણ ગોઠવી દીધું. એ સમયે મને લાગ્યું કે, માત્ર ઘુંટણની ઈજાથી કામ બદલી શકાય છે તો પીરિયડ્સના દર્દ પર કેમ નહીં? મેં પહેલીવાર જ્યારે કોઈ ડાયરેક્ટરને દિલ ખોલીને વાત આ વિષય પર કરી તો એ સમયે એ ડાયરેક્ટરે મારી પીડાને સમજી. એની પણ એક દીકરી હતી. એ પણ ક્રેમ્પથી પીડાતી હતી. પછી એણે મારી વાત માની અને એ દિવસો માહોલ આખો બદલી ગયો. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ છેલ્લે રજનીકાંતની ફિલ્મ 'કુલી'માં જોવા મળી હતી. આ ફિલ્મે મસ્ત 500 કરોડનો વર્લ્ડવાઈડ વકરો કર્યો હતો. હવે તે વિજય સેતુપતિ સાથે 'ટ્રેન' નામની ફિલ્મમાં જોવા મળશે.