દુબઈઃ મહિલાઓના ટી-20 ફૉર્મેટમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) દ્વારા આયોજિત એશિયા કપ જીતીને ભારતીય ક્રિકેટરોને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) વિમેન્સ ટી-20 રૅન્કિંગમાં મોટો ફાયદો થયો છે. ખાસ કરીને ફાઇનલમાં શાનદાર બોલિંગ કરનાર લેફ્ટ-આર્મ સ્પિનર શ્રી ચરનીએ 804ના રેટિંગ સાથે નવો ઇતિહાસ રચ્યો છે. તે ટી-20 ફૉર્મેટમાં 800 રેટિંગ પૉઇન્ટનો આંકડો પાર કરનાર (બોલિંગ તથા બૅટિંગ, બન્નેમાં) પ્રથમ ભારતીય ક્રિકેટર બની છે. એ સાથે, તેણે મોખરાના સ્થાને પોતાને વધુ મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે. ભારતની જ બીજી સ્પિનર દીપ્તિ શર્મા ક્રમાંકોમાં મોટી છલાંગ લગાવીને બીજા સ્થાને આવી ગઈ છે.

ટી-20માં ભારતીય ક્રિકેટરોમાં અત્યાર સુધી કોઈ પણ પ્લેયરે 800ના રેટિંગ સુધી પહોંચવાની સિદ્ધિ નહોતી મેળવી. મિતાલી રાજે 2011માં વધુમાં વધુ 780 રેટિંગ પૉઇન્ટ મેળવ્યા હતા. જોકે શ્રી ચરનીએ તેને ઓળંગીને પહેલી વખત 800 પૉઇન્ટ મેળવનાર ભારતીય ક્રિકેટર તરીકેની અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી છે.
The way Smriti Mandhana paused, took out that little paper, and said, ‘Nuvve andarikanna best’… Such a beautiful way to welcome a debutant.
— NeoCric (@ShrashuRishu05) July 10, 2026
Welcome to Test cricket, Sree Charani! Wishing you a journey that truly lives up to those words🇮🇳#ENGvIND pic.twitter.com/woDsR91d9T
એશિયા કપનું આઠમી વખત ટાઇટલ જીતનાર ભારતે આઇસીસી મહિલા ટી-20 ઇન્ટરનૅશનલ રૅન્કિંગમાં પણ ધાક જમાવી છે. રવિવારે ફાઇનલમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતે 72 રનથી વિજય મેળવ્યો હતો. શ્રી ચરની (Sree Charani)એ ફક્ત 20 રનમાં સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. દીપ્તિએ 19 રનમાં ત્રણ વિકેટ મેળવી હતી.
આંધ્ર પ્રદેશની બાવીસ વર્ષીય શ્રીચરનીએ ટી-20 ફૉર્મેટમાં બોલર્સના રૅન્કિંગ (Ranking)માં ભારતીય તરીકે બેસ્ટ રેટિંગ મેળવ્યું છે. તેના રેટિંગ પહેલી વખત 804 સુધી પહોંચી ગયા છે અને તે આ લિસ્ટમાં પ્રથમ સ્થાને વધુ સ્ટ્રૉન્ગ બની છે.
N SREE CHARANI REACHES A HUGE T20I MILESTONE! 🇮🇳
— The CricketVillage 🇬🇧🇵🇰🇦🇺🇮🇳🇿🇦🇧🇩🇱🇰 (@MSohailAfzal10) September 10, 2026
What a brilliant run for the young Indian spinner!
At just 22 years old, N Sree Charani has become one of India’s leading wicket-takers in T20Is in 2026, dominating with her impressive performances.
50 T20I… pic.twitter.com/U7l0jCc5Rk
જોકે ટી-20ના ટૉપ-ટેન મહિલા બોલર્સમાં માત્ર બે ભારતીય છે. શ્રી ચરની ઉપરાંત દીપ્તિ શર્માનું પણ એમાં નામ છે. દીપ્તિએ લેટેસ્ટ રૅન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. તે ચાર ક્રમ ઉપર આવી છે અને હવે બીજા નંબરે છે. શ્રી ચરની ટી-20 વિમેન્સમાં અત્યાર સુધીમાં સૌથી વધુ પૉઇન્ટ મેળવનાર ઑસ્ટ્રેલિયાની મેગન શટથી બે જ ડગલાં દૂર છે. મેગને 2018માં 806 પૉઇન્ટ મેળવ્યા હતા, જ્યારે શ્રી ચરનીના હાલમાં 804 પૉઇન્ટ છે.
ટી-20 વિમેન્સ બૅટિંગમાં એશિયા કપની પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ શેફાલી વર્માની રૅન્ક પર સુધરી છે. તે સાતમા ક્રમેથી છઠ્ઠા ક્રમ પર આવી ગઈ છે. ઑલરાઉન્ડર્સમાં પણ શેફાલીએ પ્રગતિ કરી છે. તેના રૅન્કિંગમાં પાંચ પૉઇન્ટનો સુધારો થયો છે અને તે હવે 15મા સ્થાને છે.
વિમેન્સ ટી-20 બોલર રૅન્કિંગ
શ્રી ચરનીઃ 804 પૉઇન્ટ
દીપ્તિ શર્માઃ 729 પૉઇન્ટ
સૉફી એકલ્સ્ટનઃ 723 પૉઇન્ટ
શાર્લોટ ડીનઃ 722 પૉઇન્ટ
લૉરેન બેલઃ 712 પૉઇન્ટ
અત્યાર સુધીમાં સૌથી વધુ રેટિંગ પૉઇન્ટ મેળવનાર મહિલા બોલર્સ
મેગન શટઃ 806 પૉઇન્ટ
શ્રી ચરનીઃ 804 પૉઇન્ટ
સૉફી એકલ્સ્ટનઃ 802 પૉઇન્ટ
શબનીમ ઇસ્માઇલઃ 781 પૉઇન્ટ
શેલી નિટશ્કેઃ 780 પૉઇન્ટ