Mon Nov 16 2026

Logo

શરદ પવારનો માસ્ટરસ્ટ્રોક: વિધાન પરિષદ ચૂંટણીમાં ઉદ્ધવ, શિંદે અને અજિત પવાર જૂથને મોટો ઝટકો!

2026-10-20 17:56:10
Author: Mumbai Samachar Team
શરદ પવારનો માસ્ટરસ્ટ્રોક: વિધાન પરિષદ ચૂંટણીમાં ઉદ્ધવ, શિંદે અને અજિત પવાર જૂથને મોટો ઝટકો!

મુંબઈ: હાલમાં રાજ્યમાં વિધાન પરિષદની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. રાજ્યમાં પાંચ બેઠકો પર યોજાનારી વિધાન પરિષદની ચૂંટણીઓમાં મરાઠવાડા સ્નાતક મતવિસ્તારનો પણ સમાવેશ થાય છે, જે મહાયુતિમાં રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથના ફાળે ગયો છે.રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથ વતી સતીશ ચવાણ ને ઉમેદવારી આપવામાં આવી છે. બીજી બાજુ આ જ મતવિસ્તારમાં મહાવિકાસ આઘાડીમાં રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથ તરફથી પ્રતાપસિંહ પાટીલને અને શિવસેના ઠાકરે જૂથ તરફથી દિલીપ ઘુગેને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે ત્યારે રાજકારણમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. તે એ છે કે શિવસેના ઠાકરે જૂથના ધારાસભ્ય રાહુલ પાટીલ, રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના ઉમેદવાર પ્રતાપસિંહ પાટીલનો પ્રચાર કરી રહ્યા છે. તો બીજી બાજુ શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય અબ્દુલ સત્તાર પણ આ મતવિસ્તારમાં મહાયુતિના ઉમેદવાર હોવા છતાં રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના ઉમેદવાર પ્રતાપસિંહ પાટીલનો પ્રચાર કરી રહ્યા છે.

દરમિયાન, કોંગ્રેસે પણ પ્રતાપસિંહ પાટીલને જ ટેકો જાહેર કર્યો છે. આ બાબતે શિવસેના ઠાકરે જૂથ દ્વારા નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી છે. આ મતવિસ્તારમાં રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથના ઉમેદવાર સતીશ ચવાણની મજબૂત લીડ હોવાનું માનવામાં આવે છે.પરંતુ હવે શિવસેના ઠાકરે જૂથના ધારાસભ્ય રાહુલ પાટીલ, શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય અબ્દુલ સત્તાર અને કોંગ્રેસે આ મતવિસ્તારમાં રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના ઉમેદવારને સમર્થન આપવાથી રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથની ચિંતા વધી ગઈ હતી. 

આ મતવિસ્તારમાં હાલ પૂરતું રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના ઉમેદવાર મજબૂત થતા જોવા મળી રહ્યા છે, જે રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથ માટે એક પ્રકારે મોટો ફટકો સાબિત થવાની શક્યતા છે.

વધુ જુઓ...