અમદાવાદઃ રાજ્યમાં ગઈકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આજે સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીના છ કલાકમાં 200 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણ અને ધ્રાંગધ્રામાં 6-6 ઇંચ વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સવારે 6 થી બપોરના 12 સુધીમાં બે તાલુકામાં 6 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 4 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 3 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 2 ઇંચથી વધારે, 44 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો.
ધ્રાંગધ્રામાં 6.15 ઇંચ, વઢવાણમાં 6.02 ઇંચ, લખતરમાં 4.49 ઇંચ, મોરબીમાં 4.29 ઇંચ, તિલકવાડામાં 4.06 ઇંચ, મૂળીમાં 3.66 ઇંચ, ચુડામાં 3.66 ઇંચ, ટંકારામાં 3.66 ઇંચ, ગરુડેશ્વરમાં 3.19 ઇંચ, નાંદોદમાં 2.72 ઇંચ, માળીયામાં 2.72 ઇંચ, હળવદમાં 2.56 ઇંચ, થાનગઢમાં 2.36 ઇંચ, સાયલામાં 2.17 ઇંચ, ચોટીલામાં 1.97 ઇંચ, નસવાડીમાં 1.97 ઇંચ, ભરૂચમાં 1.89 ઇંચ, કઠલાલમાં 1.85 ઇંચ, દસાડામાં 1.81 ઇંચ, ઝઘડિયામાં 1.77 ઇંચ, વાંકાનેરમાં 1.77 ઇંચ, નાનાપોંઢામાં 1.73 ઇંચ, જસદણમાં 1.69 ઇંચ, શિહોરમાં 1.65 ઇંચ, ઓલપાડમાં 1.65 ઇંચ, ચોર્યાસીમાં 1.61 ઇંચ, ધ્રોલમાં 1.57 ઇંચ વરસાદ પડ્યો હતો.
ડભોઈમાં 1.50 ઇંચ, રાજકોટમાં 1.46 ઇંચ, કપડવંજમાં 1.46 ઇંચ, અંકલેશ્વરમાં 1.42 ઇંચ, કપરાડામાં 1.42 ઇંચ,મોડાસામાં 1.38 ઇંચ, ભુજમાં 1.30 ઇંચ, જોડિયામાં 1.26 ઇંચ, મહુધામાં 1.26 ઇંચ, વાપીમાં 1.26 ઇંચ, સંખેડામાં 1.26 ઇંચ, લીંબડીમાં 1.22 ઇંચ, પડધરીમાં 1.22 ઇંચ, ચીખલીમાં 1.22 ઇંચ, કવાંટમાં 1.22 ઇંચ, ઉમરપાડામાં 1.18 ઇંચ, લાઠીમાં 1.14 ઇંચ, ગોવિંદ ગુરુ લીમડીમાં 1.14 ઇંચ, જામનગરમાં 1.10 ઇંચ, બાબરામાં 1.10 ઇંચ, ઉમરાળામાં 1.10 ઇંચ, સંજેલીમાં 1.10 ઇંચ, મુન્દ્રામાં 1.06 ઇંચ, વિરમગામમાં 1.06 ઇંચ, વાગરામાં 1.06 ઇંચ, લોધિકામાં 1.02 ઇંચ, ગોધરામાં 1.02 ઇંચ વરસાદ પડ્યો હતો.
આવતીકાલે કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ
2 ઓગસ્ટના રોજ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ પવનના સુસવાટા સાથે વરસાદ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.