નવી દિલ્હીઃ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં 6 સપ્ટેમ્બરે જે ઇમારત ધરાશાયી થઈ હતી, પોલીસે તેના માલિક હરિરામ ગુપ્તાની ધરપકડ કરી લીધી છે. પોલીસ તેને રાજસ્થાનના ભિવાડીથી પકડીને દિલ્હી લાવી હતી. દિલ્હીમાં પોલીસે તેની પૂછપરછ કરી હતી.
દિલ્હી પોલીસ સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થયા ત્યારથી જ હરિરામ ગુપ્તાની શોધ કરી રહી હતી. પરંતુ હરિરામ પોલીસથી છુપાઈને ફરી રહ્યો હતો. અકસ્માતની તરત જ બાદ દિલ્હી પોલીસની ટીમે તેના પાલમ વિહાર સ્થિત નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો, પરંતુ તે ત્યાં હાજર નહોતો.
પોલીસને શંકા હતી કે ધરપકડથી બચવા માટે હરિરામ કોઈ સુરક્ષિત સ્થળે છુપાયેલો છે. આ જ કારણે પોલીસે તેના ઘણા નજીકના લોકો અને સહયોગીઓના ઠેકાણાઓ પર પણ દરોડા પાડ્યા હતા. દિલ્હી પોલીસે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરમાં સતત દરોડા પાડ્યા અને આખરે તેને ભિવાડીથી ધરપકડ કરાઇ હતી.
નામને લઈને મૂંઝવણ
શરૂઆતના દસ્તાવેજોમાં તેનું નામ ક્યાંક હરીરામ બંસલ તો ક્યાંક બીજું નામ નોંધાયેલું હોવાને કારણે તેની ઓળખ અંગે મૂંઝવણ પ્રવર્તતી હતી. પોલીસના જણાવ્યા મુજબ, તેનું સાચું નામ હરીરામ ગુપ્તા છે. દિલ્હી પોલીસની ટીમ હરીરામ ગુપ્તાને દિલ્હી લાવી રહી છે. અહીં ડીસીપીની હાજરીમાં તેની પૂછપરછ કરવામાં આવશે. અકસ્માત બાદ તે કેમ ફરાર થઈ ગયો હતો, ઈમારત અને પીજીનું સંચાલન કોણ-કોણ કરી રહ્યું હતું અને આ ધંધામાં તેની સાથે બીજા કયા લોકો સામેલ હતા તેની પોલીસ તપાસ કરશે.
ગુડગાંવના સેક્ટર-23માં છે આલીશાન મકાન
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં ધરાશાયી થયેલી બિલ્ડિંગનો માલિક હરિરામ ગુપ્તા ગુડગાંવના સેક્ટર-23માં રહે છે. અહીં પોશ વિસ્તારમાં તેણે આલીશાન કોઠી બનાવી રાખી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે તે અહીં લાંબા સમયથી રહેતો હતો. આ જ વિસ્તારના માર્કેટમાં તેની એક હાર્ડવેરની દુકાન પણ છે, જ્યાં ગઈકાલે અકસ્માત સમયે તે બેઠો હતો. આ સિવાય ગુડગાંવના આ જ પોશ વિસ્તારમાં તેના પુત્ર-પુત્રી પણ રહે છે અને તેની પાસે કુલ 4 થી 5 પ્રોપર્ટીઝ છે. સોમવારે સવારે જ્યારે પોલીસ ગુડગાંવના ઘરે પહોંચી ત્યારે ત્યાં કોઈ નહોતું. પરંતુ બહારથી જ તેનું ઘર જોઈને તેની શાનોશૌકત (ઠાઠ-માઠ)નો અંદાજ લગાવી શકાય છે.
5 અધિકારી સસ્પેન્ડ
આ દુર્ઘટના પર દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આમાં એમસીડી (MCD) માં સાઉથ ઝોનના ડેપ્યુટી કમિશનર રાકેશ કુમાર, સાઉથ ઝોનના એસઇ (SE) રણવીર સિંહ, સાઉથ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર (બિલ્ડિંગ) લલિત કુમાર, સાઉથ ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર (બિલ્ડિંગ) સુનીલ ચૌહાણ, સાઉથ ઝોનના જુનિયર એન્જિનિયર (બિલ્ડિંગ) અને આશિષ કુમાર સામેલ છે.