Mon Oct 12 2026

Logo

સાનપાડામાં સિલિન્ડર બ્લાસ્ટ: બે દાઝ્યા, છ દુકાનને નુકસાન

2026-09-15 19:41:32
Author: Yogesh D. Patel
સાનપાડામાં સિલિન્ડર બ્લાસ્ટ: બે દાઝ્યા, છ દુકાનને નુકસાન

પ્રતીકાત્મક તસવીર


થાણે: નવી મુંબઈના સાનપાડા વિસ્તારમાં મંગળવારે સવારે સિલિન્ડર ફાટતાં બે જણ દાઝી ગયા હતા, જ્યારે ધડાકાને કારણે છ દુકાનને નુકસાન થયું હતું.નવી મુંબઈ પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ સચિન કદમે જણાવ્યું હતું કે સાનપાડામાં પ્રતીક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલી દુકાનમાં સિલિન્ડરનો ધડાકો થયો હતો, જે એટલો પ્રચંડ હતો કે નજીકમાં આવેલી સૂરજ હોસ્પિટલની બારીના કાચ તૂટી ગયા હતા.

પ્રતીક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અને બાજુમાં આવેલી અભિમન્યુ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાંની છ દુકાનને બ્લાસ્ટને કારણે નુકસાન થયું હતું.ધડાકામાં બે જણ ઘાયલ થયા હતા. મનીષ યાદવ 75 ટકા અને અર્જુન યાદવ 85થી 90 ટકા દાઝી ગયો હતો અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંનેની હાલત નાજુક હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)