ભુવનેશ્વર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દશેરાના દિવસે એક કાર્યક્રમમાં ત્રણ તાકતોને દેશ વિરોધી ગણાવી હતી. જેની બાદ વિપક્ષે પીએમ મોદી વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે હવે તેના જવાબ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતના દુશ્મન એ છે જે વિદેશમાં જાય છે અને ત્યાંની સંસ્થાઓ પાસેથી શીખે છે કે સત્તા પરિવર્તન કેવી રીતે લાવવું.
ભારત કોઈ ધાર્મિક કટ્ટરવાદી રાષ્ટ્ર નથી
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતનો દુશ્મન એ વ્યક્તિ છે જે સત્તા પરિવર્તન લાવવાની રીતો શીખવા, હિંસા ભડકાવવા અથવા ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવા માટે વિદેશ જાય છે. તેમણે કહ્યું કે જે લોકો એવું સૂચવે છે કે બાંગ્લાદેશ ભારત માટે એક મોડેલ બની શકે છે. તેઓ પણ આ શ્રેણીમાં આવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત કોઈ ધાર્મિક કટ્ટરવાદી રાષ્ટ્ર નથી અને અહીં સત્તા પરિવર્તનની જરૂરિયાત વિશેની કોઈપણ વાત ગેરમાર્ગે દોરનારી છે.
LIVE: BJP Press Conference by Sambit Patra | BJP I Rahul Gandhi | Congress #sambitpatra #bjp #congress #rahulgandhi #cjp #cjpprotest #live https://t.co/fQbCUAoHZD
— ANI (@ANI) October 21, 2026
મતદાન અને જનજાગૃતિ દ્વારા હરાવવામાં આવશે
સંબિત પાત્રાએ વકીલ પ્રશાંત ભૂષણનું ઉદાહરણ આપતા કહ્યું કે આવા લોકોથી સાવધ રહેવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે ભારતના આ દુશ્મનોને લોકશાહી માધ્યમો દ્વારા ખાસ કરીને મતદાન અને જનજાગૃતિ દ્વારા હરાવવામાં આવશે.
રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો
ઝાકિર નાઈકના કેસનો ઉલ્લેખ કરતા પાત્રાએ આરોપ લગાવ્યો કે સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે તેમની પાસેથી ભંડોળ સ્વીકાર્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો કે ઝાકિર નાઈક અને દાઉદ ઈબ્રાહિમ બંને ભારતમાં સત્તા પરિવર્તન ઈચ્છે છે. જેથી તેઓ દેશમાં પાછા ફરી શકે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે કોઈને લોન્ચ કરવા માટે ઈંધણની જરૂર હોય છે. તેમજ હવે આવું ઈંધણ ખૂટી ગયું છે.