Tue Nov 10 2026

Logo

દક્ષિણ આફ્રિકા સામે ઘૂંટણિયે પડ્યું ઓસ્ટ્રેલિયાઃ પહેલી ઇનિંગ્સમાં આખી ટીમ માત્ર 99 રનમાં ઓલઆઉટ, યાનસેનની 5 વિકેટ...

Cape Town   2026-10-21 22:14:55
Author: Mumbai Samachar Team
દક્ષિણ આફ્રિકા સામે ઘૂંટણિયે પડ્યું ઓસ્ટ્રેલિયાઃ પહેલી ઇનિંગ્સમાં આખી ટીમ માત્ર 99 રનમાં ઓલઆઉટ, યાનસેનની 5 વિકેટ...

AP


કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાઈ રહી છે. આ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ઈનિંગમાં ફક્ત 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. માર્કો યાનસેને પાંચ વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાએ  પ્રથમ દાવ નવ વિકેટે 425 રનમાં ડિકલેર કર્યો હતો. આ સાથે પ્રથમ દાવમાં સાઉથ આફ્રિકાને 326 રનની લીડ મળી હતી.

પ્રથમ દાવમાં એક સમયે દક્ષિણ આફ્રિકાએ 92 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ કેપ્ટન ટેમ્બા બાવુમાએ 179 રનની યાદગાર ઈનિંગ રમી હતી. તે સિવાય યાનસે(85) અને સિમ હાર્મર (82) એ સારી ભાગીદારી કરી હતી.

ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 42.3 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યાનસેને 5 વિકેટ લીધી હતી. કગીસો રબાડા અને વિઆન મુલ્ડરે 2-2 વિકેટ લીધી હતી. એનરિચ નોર્ખિયાએ પણ એક વિકેટ લીધી હતી. સ્ટીવ સ્મિથે સૌથી વધુ 28 રન કર્યા હતા.

નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાએ પહેલી મેચ 214 રનથી જીતી હતી અને શ્રેણીમાં 1-0થી આગળ છે. હવે કાંગારૂ ટીમ પર હારનો ખતરો છે. વરસાદને કારણે મેચ દોઢ દિવસ રમી શકાઈ નહોતી. હવે ચોથા દિવસે 99 રન કર્યા પછી ઓસ્ટ્રેલિયાએ ઓછામાં ઓછો એક આખો દિવસ અને એક સત્ર રમવું પડશે. દક્ષિણ આફ્રિકાએ પણ ફોલોઓન આપ્યું છે.