મુંબઈઃ બીકેસીમાં રણજી ટ્રોફી (Ranji trophy) મૅચમાં મુંબઈના 430 રનના જવાબમાં હરિયાણાની ટીમ પ્રથમ દાવમાં મુશીર ખાનની છ વિકેટને કારણે 270 રનમાં આઉટ થઈ ગયા બાદ ગઈ કાલના ત્રીજા દિવસે ફૉલો-ઑન બાદ હરિયાણાએ બીજા દાવમાં બે વિકેટે 73 રન બનાવ્યા હતા અને બીજા 87 રનથી પાછળ હતું.
રાજકોટમાં સૌરાષ્ટ્રએ 106 રનની સરસાઈ લીધા બાદ આસામે બીજા દાવમાં 65 રનમાં સાત વિકેટ ગુમાવી હતી અને સૌરાષ્ટ્ર વિજયની દિશામાં આગળ વધી રહ્યું હતું. આસામની બીજા દાવની સાતમાંથી છ વિકેટ લેફ્ટ-આર્મ સ્પિનર પાર્થ ભુત (Parth Bhut)એ ફક્ત સાત રનના ખર્ચે લીધી હતી.
પુણેમાં મહારાષ્ટ્રએ લીધેલી 107 રનની સરસાઈ ઊતાર્યા બાદ ગુજરાતે બીજા 120 રન બનાવી લીધા હતા અને કુલ 3/227ના સ્કોર સાથે સારી સ્થિતિમાં આવી રહ્યું હતું.
વડોદરામાં બરોડાએ પ્રથમ દાવમાં પ્રિયાંશુ મોલિયાના અણનમ 321 રનની મદદથી જે 616 રન બનાવ્યા એના જવાબમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન જમ્મુ-કાશ્મીરે કામરાન ઇકબાલ (121 રન) અને ઉમર મીર (101 રન)ની સદી છતાં અતિત શેઠની ચાર, ભાર્ગવ ભટ્ટની ત્રણ અને મહેશ પીઠિયાની બે વિકેટને કારણે ફક્ત 303 રન બનાવ્યા હતા અને ફૉલો-ઑન બાદ આઠ રનમાં એક વિકેટ ગુમાવી દીધી હતી.