નવી દિલ્હી: અયોધ્યા રામ મંદિરના દાન ચોરી કેસમાં એસઆઇટી બે દિવસમાં ચાર્જશીટ દાખલ કરશે. આ અંગે ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે, તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં 105 વખત ચોરીની ઘટના જોવા મળી છે. તેમજ તપાસ પૂર્ણ જાહેર કરવામાં આવી છે.
ધરપકડનો 90 દિવસનો સમયગાળો 25 સપ્ટેમ્બરે પૂર્ણ થશે
આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટની બેંચને જાણ કરી હતી કે પ્રથમ ધરપકડની તારીખથી ગણવામાં આવતો 90 દિવસનો સમયગાળો 25 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. આ સમયમર્યાદા પહેલાં ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળતા આરોપીને 'ડિફોલ્ટ બેઈલ'ની માંગણી કરવાનો આધાર પૂરો પાડી શકે છે.
SITએ તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ પણ રજૂ કર્યો
જેના લીધે SIT બે દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરશે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બંચ દ્વારા કરવામાં આવી હતી. SITએ તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. જેની બેંચે સમીક્ષા કરી હતી.
દાન ચોરીની 105 ઘટનાઓ સીસીટીવીમાં કેદ
SITના અહેવાલ મુજબ દાન ચોરીની તપાસ દરમિયાન CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. આ ફૂટેજના આધારે દાન ચોરીની 105 ઘટનાઓ ઓળખી કાઢવામાં આવી છે. આ ઘટનાઓની તપાસ પૂર્ણ થઈ ગઈ છે.