જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમાને મન અને લાગણીઓના કારક માનવામાં આવે છે, જ્યારે રાહુને રહસ્યમય, છાયા અને તીવ્ર પ્રભાવ ધરાવતો ગ્રહ ગણવામાં આવે છે. સામાન્ય રીતે આ બંને ગ્રહો ભેગા થાય ત્યારે ગ્રહણ દોષ બનવાને લીધે સાવચેતી રાખવાની સલાહ અપાય છે, પરંતુ આકસ્મિક આર્થિક લાભ અને અનપેક્ષિત તકો પૂરી પાડવામાં રાહુની માસ્ટરી ગણાય છે. રાહુ દર વખતે માત્ર પડકારો જ લાવે તેવું નથી હોતું, અનુકૂળ સ્થિતિમાં તે રાતોરાત ભાગ્ય પલટી નાખવાની ક્ષમતા પણ ધરાવે છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આજે 21મી ઓક્ટોબરના રોજ સવારે લગભગ ચાર વાગ્યે ચંદ્રમાએ શનિદેવની પોતાની રાશિ કુંભમાં ગોચર કર્યું છે, જ્યાં માયાવી રાહુ પહેલેથી જ બિરાજમાન છે. શનિના ઘરમાં રચાયેલી આ રાહુ-ચંદ્રની યુતિ 23મી ઓક્ટોબર સુધી રહેશે. આ અઢી દિવસો દરમિયાન કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓને આકસ્મિક મોટો લાભ થશે તે વિગતવાર જાણીએ. ચાલો જોઈએ કઈ છે આ ત્રણ રાશિઓ...
કન્યાઃ
બુધના આધિપત્યવાળી કન્યા રાશિના જાતકો માટે કુંભ રાશિમાં બનેલી આ યુતિ ખૂબ જ શુભ ફળ આપનારી સાબિત થશે. અટકેલા નાણાં અચાનક મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ કે વિવાદો શાંત થશે. જો તમે વ્યવસાય કરો છો તો બિઝનેસ વિસ્તરણની નવી યોજનાઓ સફળ થશે. પ્રોફિટેબલ રોકાણની નવી તકો સામે આવશે, જેનાથી ભવિષ્યમાં સારો નફો મળશે. પરિવારજનોનો પૂરો સહયોગ મળશે.
ધનઃ
ગુરુના સ્વામિત્વવાળી ધનુ રાશિ માટે આ યુતિ બમ્પર ફાયદો લઈને આવી છે. કોઈપણ સ્ત્રોતમાંથી અચાનક ધનલાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. ઓફિસમાં ચાલી રહેલો વર્ક પ્રેશર ઓછો થશે અને પરિણામો તમારા પક્ષમાં આવશે. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધોમાં સુધારો થશે, જે પ્રમોશનના દ્વાર ખોલી શકે છે. પરિવાર સંબંધિત ચિંતાઓ અને મતભેદો દૂર થશે. ભાગ્યનો સો ટકા સાથ મળતાં અટકેલા સરકારી કે કાનૂની કામો પણ પૂરા થઈ શકે છે.
મેષઃ
મંગળના આધિપત્યવાળી મેષ રાશિ માટે રાહુ-ચંદ્રની યુતિ ખૂબ જ ઝડપી અને શુભ પરિણામો આપશે. જો તમે જોબ બદલવાનું વિચારી રહ્યા હોવ તો નવી અને આકર્ષક ઓફર મળી શકે છે. જો વ્યવસાય કે નોકરીના સંદર્ભમાં ટૂંકી મુસાફરી કરવી પડે તો તે આર્થિક દ્રષ્ટિએ અત્યંત લાભદાયી નીવડશે. લાંબા સમયથી રહેતો માનસિક તણાવ ઓછો થશે. જૂનું ફસાયેલું ધન પાછું મળવાથી આર્થિક મોરચે મોટો બોજ હળવો થઈ જશે.