Wed Nov 11 2026

Logo

ન મોંઘો ગાઉન, ન હેવી મેકઅપ! સ્ટાફ સાથે સાદગીથી બર્થડે મનાવતી જોવા મળી અંબાણી વહુ, ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો

2026-10-17 23:01:38
Author: Darshana Visaria
ન મોંઘો ગાઉન, ન હેવી મેકઅપ! સ્ટાફ સાથે સાદગીથી બર્થડે મનાવતી જોવા મળી અંબાણી વહુ, ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્રવધૂ અને અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટે 16મી ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ અનોખી રીતે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ સેલિબ્રેશનના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ખાસ અવસર પર તેમના ઘર અને ઓફિસના સ્ટાફ મેમ્બર્સ દ્વારા તેમને એક સુંદર અને હૃદયસ્પર્શી સરપ્રાઇઝ આપવામાં આવ્યું હતું.

દેશના સૌથી ધનિક પરિવારની વહુ હોવા છતાં, કોઈ પણ પ્રકારના ભપકા કે મોંઘાદાટ ડિઝાઈનર ગાઉન વગર અત્યંત સાદગીપૂર્ણ અંદાજમાં રાધિકાએ સ્ટાફ સાથે કેક કાપીને સૌનાં દિલ જીતી લીધાં છે. સોશિયલ મીડિયા પર તેમના આ લૂક અને સ્ટાફ પ્રત્યેના પ્રેમાળ વર્તનની ભારે પ્રશંસા થઈ રહી છે. રાધિકાના બર્થડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

સ્ટાફ મેમ્બર્સે રાધિકા માટે સુંદર ફૂલો અને ડેકોરેશન સાથે બર્થડે કેકની વિશેષ વ્યવસ્થા કરી હતી. પોતાના કર્મચારીઓ દ્વારા અપાયેલા આ અણધાર્યા સ્નેહાળ સરપ્રાઈઝ અને કેકને જોઈને રાધિકા ખુશીથી ઝૂમી ઊઠી હતી અને ખૂબ ઉત્સાહિત જોવા મળી હતી.

વાત કરીએ રાધિકા મર્ચન્ટના લૂકની તો બર્થડે સેલિબ્રેશન માટે રાધિકાએ બ્રાઉન અને વ્હાઇટ પ્રિન્ટેડ પોલ્કા ડોટ સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હતો, જેના પર નજાકતભરી વ્હાઇટ લેસ ડિટેઇલિંગ કરવામાં આવી હતી. સામાન્ય રીતે અંબાણી પરિવારના સભ્યો લાખો-કરોડોના આઉટફિટ્સ માટે જાણીતા છે, પરંતુ રાધિકાનો આ આઉટફિટ 'હિલ હાઉસ' બ્રાન્ડનો છે, જેની ઓફિશિયલ વેબસાઇટ પર કિંમત માત્ર રૂપિયા 29,700 આંકવામાં આવી છે.

રાધિકાએ પોતાના સુંદર બ્રાઉન અને વ્હાઈટ રંગના આઉટફિટ સાથે કોઈપણ પ્રકારની હેવી જ્વેલરી પહેરવાને બદલે માત્ર હળવા ડાયમંડ સ્ટડ ઇયરરિંગ્સ પહેર્યા હતા. નેચરલ અને ગ્લોઇંગ નો-મેકઅપ લૂક સાથે વાળને 'હાફ-અપ, હાફ-ડાઉન' હેરસ્ટાઈલમાં રાખીને તેમણે એકદમ સોબર અને ક્લાસી લૂક રજૂ કર્યો હતો.