પુણે: પુણેના કોથરુડ વિસ્તારમાં દારૂના નશામાં બેદરકારીપૂર્વક વાહન હંકારવા અને લોકોના જીવન સામે જોખમ ઊભું કરવા બદલ 24 વર્ષના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ જણાવ્યું હતું.
પુણેના પૌડ રોડ પર એમઆઇટી કોલેજ અને કૃષ્ણ હોસ્પિટલ વચ્ચે પંદરમી ઑક્ટોબરે આ ઘટના બની હતી, જેમાં કોઇને પણ ઇજા પહોંચી નહોતી કે કોઇ પણ વાહનને નુકસાન થયું નહોતું, એમ કોથરુડ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
કોથરુડ વિસ્તારમાં રહેતા સૂરજ પ્રકાશ કદમે (30) આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે વલ્લભ બાળાસાહેબ બોડકે વિરુદ્ધ દારૂના નશામાં પૂરપાટ વેગે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વલ્લભ બોડકેને ભારતીય ન્યાય સંહિતાની કલમ 35 (3) હેઠળ નોટિસ આપવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)