Tue May 26 2026

Logo

વાડાએ ડૉનલ્ડ ટ્રમ્પને સ્ટેડિયમમાં ન પ્રવેશવા દેવાની યોજના વિશે આ નિર્ણય લીધો...

Washington DC   2 months ago
Author: Ajay Motiwala
Article Image

AP Photo


વૉશિંગ્ટનઃ વર્લ્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (ડબ્લ્યૂએડીએ-WADA)ની 2024 તથા 2025ની ફી ન ચૂકવવા બદલ અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ (TRUMP) તેમ જ અમેરિકાના ટોચના અધિકારીઓને મોટી ખેલકૂદ સ્પર્ધાઓ દરમ્યાન (ભલે એ સ્પર્ધા અમેરિકામાં યોજાવાની હોય તો પણ)ને પ્રવેશવાની મનાઈ કરવાની યોજના (નવો કાયદો) વાડા દ્વારા વિચારવામાં આવી રહી હતી, પરંતુ હાલ પૂરતું વાડાએ એ યોજના પડતી મૂકી છે.

આ વર્ષનો ફિફા વર્લ્ડ કપ કૅનેડા અને મેક્સિકો ઉપરાંત અમેરિકામાં પણ યોજાવાનો છે અને આ વિશ્વ કપના અંત સુધી યોજના વાડાએ મોકૂફ રાખી હોવાનું જણાય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અમેરિકા અને ઇઝરાયલનું ઇરાન સામે યુદ્ધ ચાલે છે.

જો સપ્ટેમ્બરમાં વાડા દ્વારા યોજના લાગુ કરાશે તો 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ટ્રમ્પ સહિત ટોચના અધિકારીઓને રમતોત્સવ દરમ્યાન સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં મળે.

વાડાએ ડ્રગ્સ સંબંધિત પ્રતિબંધો લાગુ કરવામાં પક્ષપાત કર્યો હોવાનો અમેરિકાનો આક્ષેપ છે એટલે અમેરિકાએ બે વર્ષથી ફી નથી ભરી.કહેવાય છે કે અમેરિકાએ બે વર્ષથી વાડાને 7.3 મિલિયન ડૉલર (આશરે 68 કરોડ રૂપિયા) નથી ચૂકવ્યા.